નિર્દયતાથી હત્યા/ તાલાલામાં 40 વર્ષીય યુવકની હત્યા, ઉપરા છાપરી છરીના અનેક ઘા ઝીંકયા

આ ઘટના પીપળવા રોડ પર સિદીવાડા વિસ્તારની બની હોવાનું જાણવામાં આવ્યું છે. યુવકની ખુબ જ દર્દનાક રીતે હત્યા કરવામાં આવી છે,

Gujarat Others
A 40-year-old youth was killed in Talala, sustained multiple stab wounds

ગીરસોમનાથ:તાલાલામાં 40 વર્ષીય યુવકની હત્યા
પીપળવા રોડ પર સિદીવાડા વિસ્તારની ઘટના
છરીના ઉપરા છાપરી ઘા મારી નિપજાવી હત્યા
હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત

દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. જ્યાં એકતરફ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગીર સોમનાથના તાલાલામાં એક 40 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના પીપળવા રોડ પર સિદીવાડા વિસ્તારની બની હોવાનું જાણવામાં આવ્યું છે. યુવકની ખુબ જ દર્દનાક રીતે હત્યા કરવામાં આવી છે, આ ઘટનાની સ્થાન પોલીસને થતા તે ત્યાં દોડી પહોચી હતી. પોલીસે ગુનેગારને ઝડપી પાડવા માટે તપાસ શરુ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક કોઈ યુવતીને પ્રેમ કરતો હતો અને તે વચ્ચે જ કઈ બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. આગળ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પ્રેમ પ્રકરણ જ આ હત્યા નું કારણભૂત હોઈ શકે છે.

હજુ સુધી ગુનેગાર ઝડપાયો નથી પરંતુ ગુનેગારે યુવક સાથે જાણે વેર ઝેર ઉતાર્યું હોય તેમ છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા. યુવકની હાલત વધારે ખરાબ થઇ ગી હતી અને આ વચ્ચે જ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવકની હત્યા પાછળ કારણભૂત પાસું તેનું પ્રેમ પ્રકરણ હોઈ શકે છે.

આ પણ વાંચો:આક્ષેપ/મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:chotaudepur/છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:અમદાવાદ/વર્લ્ડ કપ વચ્ચે અદાણીએ આપ્યો ઝટકો, એરપોર્ટનું ભાડું 10 ગણું વધાર્યું