Ahmedabad News : નવસારીના બિલીમોરામાં અઠવાડિયા અગાઉ નેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનાથ જૈન દેરાસરમાંથી ચાંદી, પંચધાતુની મૂર્તિ અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બીજીતરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઈસનપુર ચંડોળા નજીકથી બે શખ્સોને ઝડપી લઈને પાંચધાતૂની મૂર્તિ, આરતી. ચાંદીના ચોરસા અને રોકડ રકમ ળીને રૂ.7.01.200 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીઓના નામ મૂળ પષ્ચિમ બંગાળમાં રહેતા અને હાલ ચંડોળા તળાવમાં બંગાળી વાસમાં રહેતા મોહમ્મદ આમીનૂર ઉર્ફે ભયેકર એમ.પઠાણ તથા પષ્ચિમ બંગાળના અને હાલ ચંડોળા તળાવમાં બંગાળી વાસમાં રહેતા યાસીન કલામ શેખ હોવાનું બહાર આવ્યું હતું.
તે સિવાય ચોરીમાં સંડોવાયેલો અનેય આરોપી એહોસામુદ્દીન ઉર્ફે કમાલ જે.શેખ પણ ચંડોળા તળાવ ખાતે રહે છે અને હાલ કોલકાતા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આતી ક્રાઈમ બ્રાંચે ખડકપુર આરપીએફ પોલીસને જાણ કરતા આરપીએફ પોલીસે તેની અટક કરી હતી.આરોપીઓ વિરૂધ્ધ અગાઉ બિલીમોરા, અડાલજ પોલીસ સ્ટેશન સહિત ઘરફોડ ચોરીના સાત ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.તે સિવાય મોહમેમદ આમીનૂર સામે અમદાવાદ અને સુરતમાં કુલ 10 ગુના નોંધાયેલા છે. જ્યારે યાસીન શેખ વિરૂધ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાત ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો:6,000 કરોડના BZ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરેઃ શક્તિસિંહ ગોહિલ
આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં
આ પણ વાંચો:BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા
