કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી લેવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કેન્દ્રની મોદી સરકાર પર વિપક્ષની અલગ-અલગ પાર્ટીઓ જબરદસ્ત પ્રહાર કરી રહી છે.
આ પણ વાંચો – રાજકારણ / જો અમિત શાહ સંસદમાં આવશે તો માથુ મુંડાવી દઇશઃ TMC MP
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે તેમણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, પીએમ કૌશલ વિકાસ યોજના એટલે કે જુમલા આપવામાં PM નું કૌશલ, વિકાસનાં નામ પર છેતરપિંડી, સરકારની રોજગાર હટાવો પરિયોજના. રાહુલે પોતાના ટ્વીટ સાથે એક સમાચાર પણ જોડ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાએ છેલ્લા છ વર્ષમાં 50 ટકાથી ઓછા યુવાનોને નોકરીઓ આપી છે. કોરોના રસીકરણ અભિયાન હોય કે આ રોગચાળાને નિયંત્રિત કરવામાં સરકારની કથિત નિષ્ફળતા, આવશ્યક દવાઓનાં કાળાબજાર, ઇંધણનાં ભાવમાં સતત વધારાનો મુદ્દો અથવા ચીન સાથે સરહદી વિવાદનો મુદ્દો હોય, રાહુલે દરેક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
प्रधानमंत्री कौशल विकास योजना यानि:
– जुमले देने में PM का कौशल
– विकास के नाम पर धोखा
– सरकार की ‘रोज़गार मिटाओ’ परियोजना#PMKVY pic.twitter.com/OLHv0MOTAS— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2021
આ પણ વાંચો – સુરત / રાજ્ય સરકારનાં નિયમોની અવગણના, મંજૂરી મળી નથી છતા શાળામાં શરૂ કરી દીધા વર્ગો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેન્ટ દુષ્કર્મ પીડિતાનાં પરિવારની મુલાકાત લીધી હતી. તેઓ તે સ્થળે પહોંચ્યા જ્યાં પીડિત પરિવારને મળવા માટે વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ ત્યાં ઘણી ભીડ હતી, જેના કારણે રાહુલ ગાંધી પીડિત પરિવાર સાથે તેમની કારમાં આવ્યા હતા અને તેમની સાથે વાત કરી રહ્યા હતા. પીડિત પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, “મેં પરિવાર સાથે વાત કરી અને પરિવાર માત્ર ન્યાય માંગી રહ્યો છે, પરિવાર કહી રહ્યો છે કે, તેમને ન્યાય નથી મળી રહ્યો અને તેમની પૂર્ણ રીતે મદદ હોવી જોઇએ, જ્યા સુધી તેમને ન્યાય નહી મળે ત્યા સુધી રાહુલ ગાંધી તેમની સાથે ઉભા છે અને એક ઇંચ પણ પાછળ નહીં હટે.
https://twitter.com/RahulGandhi/status/1422779132249788416?s=20
આ પણ વાંચો – “અન્નોત્સવ” / સરકારે અંત્યોદય અને ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધી શોધીને તેઓને અન્ન સુરક્ષા પ્રદાન કરી: PM મોદી
આપને જણાવી દઇએ કે, આ પહેલા મંગળવારે કોંગ્રેસની સાથે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર સામે એકતા બતાવી હતી. 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તેને ‘ટ્રેલર’ ગણાવ્યું હતું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં આમંત્રણ પર પાર્ટીનાં 100 સાંસદો અને 15 વિપક્ષી દળોનાં નેતાઓ દિલ્હીનાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નાસ્તા માટે મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ પેગાસસ જાસૂસી કેસ પર સરકારને કોર્નર અને દબાણ કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના પર ચર્ચા કરી હતી.
