સામાન્ય નાગરિક બાદ હવે બોલિવૂડમાં પણ કોરોના ગ્રહણ જોવા મળી રહ્યુ છે. થોડા દિવસ પહેલા બોલિવૂડનાં મિસ્ટર પરફ્ક્ટનિસ્ટ આમિર ખાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે 3 ઈડિયટ્સનાં તેના સહાયક સ્ટાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

હોટ ડાન્સ / નિયા શર્માએ આ વીડિયોમાં એવા ડાન્સ મૂવ્સ કર્યા કે ચાહકો વરંવાર જોઇ રહ્યા છે તેની સ્ટાઇલને…
આપને જણાવી દઇએ કે, કોરોનાવાયરસે રેન્ચો બાદ હવે ફરહાનને પોતાની ઝપટમાં લઇ લીધો છે. બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર આમિર ખાન બાદ આજે ગુરુવારે બોલીવૂડ અભિનેતા આર માધવન પણ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. આ સમાચાર આર માધવને શેર કરી તેના ફેન્સને જાણકાર કર્યા છે. આર માધવને ખૂબ જ ક્રિએટિવ રીતે આ સમાચાર શેર કર્યા છે. તેણે પોતાની ફિલ્મ 3 ઇડિયટ્સમાંથી પોતાની અને આમિર ખાનની તસવીર શેર કરી છે.
https://twitter.com/ActorMadhavan/status/1374984964467384320?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1374984964467384320%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fentertainment%2Fbollywood%2Farticle%2Fr-madhavan-tests-covid-19-positive-after-aamir-khan-and-bollywood-actor-hilarious-3-idiots-post-to-inform%2F340619
કોરોના રસીકરણ / સલમાન ખાને લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
હવે આર.માધવને લખ્યું, ‘ફરહાનને રેન્ચો અને વાયરસને અનુસરવું પડશે. પરંતુ આ સમયે તે વધુ જોખમી કેચઅપ છે. પરંતુ ઓલ ઇઝ વેલ અને કોરોના પણ ટૂંક સમયમાં ઠીક થઈ જશે. જો કે, આ એક એવી જગ્યા છે જ્યાં અમને રાજુનો સાથ નથી જોઇતો. તમારા બધાનાં પ્રેમ બદલ આભાર, હું સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું.’ આપને જણાવી દઈએ કે, થ્રી ઇડિયટ ફિલ્મમાં આર માધવને ફરહાનનો રોલ કર્યો હતો અને આમિર ખાને રેન્ચોનો રોલ કર્યો હતો. વળી અભિનેતા શરમન જોશીએ રાજુની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં અભિનેતા બોમન ઈરાની કોલેજનાં ડિરેક્ટર વીરુ સહસ્ત્રબુદ્ધેનું પાત્ર ભજવ્યુ હતુ, જેને રેન્ચો, ફરહાન અને રાજુ ‘વાયરસ’ કહેતા હતા. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. બુધવારે મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ 31,855 નવા કેસ નોંધાયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
