ભાઈ બહેનના સંબંધો ખુબ ખાસ હોય છે. તેઓ આપસમાં ભલે ઉંદર-બિલડીની જેમ ઝઘડતા હોય, પરંતુ સત્ય એ છે કે તેઓ એક બીજા વિના નથી રહી શકતા. ભાઈ બહેન નો સંબંધ ખુબ પવિત્ર હોય છે. તેઓ જીવનનો એક મોટો ભાગ સાથે વિતાવે છે. અને એટલા માટે જ એમના વચ્ચે ઘણી સારી સમજ અને સારું બોન્ડિંગ હોય છે.

ભાઈ-બહેન એકબીજા સાથે જે વાતો શેર કરી શકે છે, તે વાતો કોઈ બીજા સાથે શેર નથી કરી શકતા. તેઓ આપસમાં સારા મિત્રો પણ હોય છે. દુનિયાભરના સાહિત્યકારોએ ભાઈ બહેનના આ સુંદર સંબંધનો અવિસ્મરણીય કવોટ્સ દ્વારા ઉલ્લેખ કર્યો છે. દેશભરમાં રવિવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર પર આપના માટે ખાસ એવા જ કેટલાક સુંદર કવોટ્સ …..
- માતા-પિતા આપને જલ્દી છોડી દે છે, બાળકો અને જીવનસાથી આવતા સમય લાગે છે. પરંતુ ભાઈ બહેન આપની જિંદગીમાં ત્યારે આવે છે, જયારે તમે અવિકસિત હો છો. – જેફ્રી કલુગર
- અમે ભાઈ અને ભાઈની જેમ આ દુનિયામાં આવીએ છીએ અને સાથે ચાલીએ છીએ, નહિ કે એકબીજાની આગળ. – વિલિયમ શેક્સપિયર
- જો આપ સાચે જ આપની જિંદગીમાં મહત્વપૂર્ણ અને મોટી વસ્તુ ઈચ્છો છો, આપ એકલા નહિ કરી શકો. આપની બેસ્ટ ટીમ આપના મિત્રો અને ભાઈ બહેન હોય છે. – દીપક ચોપડા
- ભાઈ-બહેન : એક જ માં બાપના બાળકો, તેઓ ત્યાં સુધી જ સામાન્ય હોય છે, જ્યાં સુધી એકબીજાને નથી મળતા. – સેમ લેવેનસન
- ભાઈ પોતાની બહેનને ચીડવવા માટે જે કહે છે, વાસ્તવમાં તેઓ બહેન માટે એવું નથી વિચારતા. – એસ્થર ફ્રીઝનર
- ક્યારેક ભાઈ હોવું કોઈ સુપરહીરોથી પણ વધારે સારું હોય છે. – માર્ક બ્રાઉન
