Ahmedabad News/ ફરી એકવાર રફ્તારના રાક્ષસો બેકાબૂ, લકઝુરિયસ્ કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમા દિલ્હી દરવાજા પાસે આજે રફ્તારના રાક્ષસ કારચાલક તેની લકઝુરિયસ્ કારને બેફામ રીતે ચલાવી, અને પોલીસ પર પણ ગાડી બેફામ રીતે ચડાવવાની કોશિસ કરીને ફરાર થયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર રફ્તારના રાક્ષસો બેકાબૂ બન્યા છે. દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે એક બેફામ કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક થાર કાર ચાલક બેફામ ગતિએ આવી રહ્યો છે અને તેણે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા, બપોરે 1 વાગ્યાની આસપાસ દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ચલાવીને ચકચાર મચાવ્યો. થાર ગાડી ચાલકની દાદાગીરી પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ નબીરા ગાડી ચાલકે પોલીસ ઉપર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હોવા છતાં કાર ચાલક રોકાયો નહીં અને ફરાર થઈ ગયો હતો.

Ahmedabad : રિક્ષામાં સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ

https://youtu.be/A69WYRNBd9M

લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A

વધુમાં જાણવા મળ્યુ કે, બેફામ કારચાલકના ગાડી નંબર GJ-27-DM-9988 નંબરની લાલ રંગની થાર ગાડી ચાલકએ બેકાબૂ રીતે અને બેફામ કારચલાવી તે વીડિયોમાં જોઈ શકાય છે. પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે અને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે.

એક તરફ પોલીસ દ્વારા અસામાજિક તત્વોના આતંકને કારણે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, ત્યારબાદ પણ નબીરાઓ બેફામ છે, ગુજરાત પોલીસ (Gujarat Police) એક્શન મોડમાં આવીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરમાં ભય ફેલાવનાર અસામાજિક તત્વો સામે ફરિયાદ 6359625365 નંબર પર નોંધાવી શકાય છે. ફોટા અને વીડિયો સહિતની માહિતી વોટ્સએપ નંબર પર આપી શકાશે. આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવુ યાદીમાં જણાવાયું છે.

VISHAL MAHETA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં