ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી (Vijay Rupani) અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરના રોજ ભાજપ(BJP)ના વિધાયક દળની બેઠક થવાની છે. વિધાયક દળની બેઠકમાં નેતાની પસંદગી થશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે આગળની કામગીરી હાથ ધરાશે.
ભાજપ(BJP)ના બંને સહયોગી દળ એનસીપી(NCP) અને શિવસેના (Shiv Sena) માં વિધાયક દળની બેઠક અને નેતાની પસંદગી થઈ ગઈ છે. હાલમાં એનસીપી(NCP)એ અજીત પવાર તો શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા હતા. પરંતુ ભાજપમાં હજુ પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકી નથી.

ભાજપ(BJP) વિધાયક દળના નેતાની બેઠકમાં જે નેતાના નામ પર મહોર લાગશે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે. મહાયુતિમાં ભાજપ (BJP) સૌથી મોટી પાર્ટી છે, બધાની નજર એ વાત ઉપર છે કે ભાજપના નેતા કોણ હશે ? સુત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસનું નામ આ રેસમાં સૌથી આગળ છે.
અજીત પવારને ગયા વર્ષે જુલાઈમાં શિંદે સરકારમાં સામેલ કરીને ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કર્યા હતા. શિવસેના વિધાયક ગુલાબરાવ પાટિલે કહ્યું કે જો અજીત પવારની એનસીપી(NCP) મહાયુતિનો હિસ્સો ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 સીટોથી જીત મેળવી હોત. હાલની સરકારમાં મંત્રી પાટિલે કહ્યું કે અમે ફક્ત 85 સીટો પર ચૂંટણી લડી હતી. અજીત દાદા વગર અમે 90-100 બેઠકો પર ચૂંટણી લડી શકતા હતા. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજીત પવારવાળી એનસીપીને તેમની સરકારમાં કેમ સામેલ કરી. તેમણે શિંદેના વખાણ કરતા કહ્યું કે શિંદે એક મોટામનવાળા માણસ છે, જે નારાજ થવાની જગ્યાએ મુકાબલો કરવામાં વિશ્વાસ ધરાવે છે.
શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્દ્રીય મંત્રી પ્રતાવરાવ જાધવ અને ભાજપ નેતા સંજય કુટે ઉપર જ નિશાન સાધી દીધુ હતું. ગાયકવાડે 20 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં બુલઢાણામાં શિવસેના (UBT) ઉમેદવાર જયશ્રી શેલકે વિરુદ્ધ માત્ર 841 મતના મામૂલી અંતરથી જીત મેળવી હતી. ગાયકવાડે દાવો કર્યો કે જાધવે શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેના એક નિક્ટના સહયોગીને ફોન કર્યો અને તેમને જયશ્રી શેલકેને મારા વિરુદ્ધ મેદાનમાં ઉતારવા જણાવ્યું હતું.
એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનાવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે. પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સીએમ પદ પર આજે થશે નિર્ણય: શિંદે
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકારના શપથ ગ્રહણ થશે, PM મોદી પણ હાજરી આપશે; કોણ બનશે સીએમ?
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ કેમ? 5 પોઈન્ટમાં બધું સમજો
