Surat News/ સુરતમાં ગુજસીટોક આરોપીનો ખુલ્લો પડકાર, ફરી દાદાગીરીનો વીડિયો વાયરલ

Surat: સુરતમાં ફરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. લાલુ જાલીમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચીકનો પાંડેએ સોશિયલ મીડિયામાં દાદાગીરીનો વીડિયો મૂકતા પોલીસ કાર્યવાહી પર ફરી પ્રશ્ન ઊભો થયો છે.

Gujarat Top Stories Surat
Surat

Surat News: સુરતમાં (Surat) ફરી એક વાર કાયદો વ્યવસ્થાની સ્થિતી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કુખ્યાત આરોપી લાલુ જાલીમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચીકનો પાંડેએ ફરી એકવાર કાયદો વ્યવસ્થાના લીરેલીરે ઉડાવ્યા છે. તે સપ્ટેમ્બર મહિનામાં જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેની સાથે નીકળેલા ગાડીઓના કાફાલાની રેલીએ ભારે વિવાદ સર્જ્યો હતો. એ સમયે સચિન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને કડક કાર્યવાહી કરી આરોપીને જાહેરમાં માંફી મંગાવી હતી. પરંતુ  આ માંફી માત્ર દેખાવ પુરતી હોય તેવુ લાગી રહ્યું છે. પાંચ મહિના પુરા થતાની સાથે જ તેણે ફરી વાર સોશિયલ મીડિયામાં દાદાગીરી કરતો વીડિયો મુક્યો છે.

સુરત ક્રાઈમ

Surat: અમે અહીંના બાહુબલી છીએ, આ મિર્ઝાપુર નથી, આ ડાયલોગ સાથે પોલીસને પડકાર

વાયરલ થયેલા વીડિયોમં આશિક ચીકનો ફિલ્મી ઢબે લગ્ઝ્યુરીયસ કારોના કાફલા સાથે જોવા મળી રહ્યો છે.વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં તે કહે છે કે “આ મિર્ઝાપુર નથી, અમે અહીંના બાહુબલી છીએ, તમે મારી તાકાત ભૂલી ગયા છો?” આવા વિવાધ પ્રકારના ડાયલોગ બોલતો જોવા મળે છે.

Surat:  ઉધના,  સચિન અને ખટોદરામાં કારની રેલી કાઢી હતી

ગાડીઓનો કાફલો શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો. જેમાં સચિન, ઉધના અને ખટોદરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પોલીસે અગાઉ પણ આ પ્રકાની હરકત કરવા બદલ ધરપકડ કરી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને પગલે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. અને આરોપી ચીકના વિરુદ્ધ ફરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Surat:  26થી વધુ ગુનાઓ અને ગુજસીટોકમાં પણ સંડોવણી

 આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે. તેના પર મર્ડર, હાલ્ફ મર્ડર, અપહરણ, લૂંટ, ખંડણી જેવા વિવિધ ગુનાઓમાં સંડોવણી છે. અને આરોપી સામે અલગ-અલગ 26થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ઉત્તર પ્રદેશના મહુલીથી ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગ અમરોલી, કતારગામ, ડીસીબી, વરાછા, ઓલપાડ અને સોનગઢમાં કાર્યરત હતી.

કારના કાફલા સાથે સીન સપાટા

Surat:  ગુજસીટોક આરોપીનો પોલીસને પડકાર!

ગુજસીટોકનો જે કાયદો છે તે અસામાજીક તત્વોને કાબુમાં લેવા માટે બનાવ્યો હતો. પરંતુ સુરતમાં આ કાયદો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે. આરોપી જેલમાંથી છુટ્યો  તે દરમિયાન જે દ્રશ્યો સર્જાયા હતા તે મજાક સમાન હતા. આ પછી આરોપીએ કારના કાફલા સાથે નીકાળેલી રેલી પણ પોલીસ માટે પડકાર સમાન હતી. પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવુ રહ્યું.

 


આ પણ વાંચો:સુરત: વરાછામાં 44 વર્ષીય પરણીતાનો આપઘાત

આ પણ વાંચો:ધોળા દિવસે સુરતમાં કુરિયર બોયનું અપહરણ, ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો:સુરતમાં નબીરાએ રસ્તાને બનાવ્યો રેસિંગ ટ્રેક, 5 વાહનોને અડફેટે લીધાં