Ahmedabad News/ પાકિસ્તાનીઓને હાંકી કાઢવા કવાયત શરૂ : ભરૂચની મહિલાને પાકિસ્તાન મોકલી દેવાઈ, અમદાવાદના પાંચ લોકને મોકલવાની તજવીજ ચાલુ

Ahmedabad News : જમ્મુ કાશમીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાગી હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે,કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે જેમાં […]

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : જમ્મુ કાશમીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાગી હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે,કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે જેમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે કલેકટર અને એસપીને સૂચના આપી છે,જેમાં જે હિંદુ શરણાર્થીઓ છે તેમની સામે કંઈ કાર્યવાહી નહી કરાય.રાજય સરકારે ગુજરાતના કલેકટર અને એસપીને આ અંગે સૂચના પણ આપી દીધી છે.

જેમાં શોર્ટ ટર્મ વિઝા પર આવેલી ભરૂચની મહિલાને પાકિસ્તાન મોકલી દેવામાં આવી હતી. જેને અટારી બોર્ડર પરથી પરત મોકલી દેવામાં આવી છે. તે સિવાય અમદાવાદમના પાંચઅને વડોદરાના એક મળીને કુલ છ લોકોને અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. તમામ લોકો શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા હતા. સરકારે 48 કલાકમાં પાકિસ્તાનીઓને પરત જવા અલ્ટીમેટમ આપેલું છે. જેને પગલે આ કાર્યવાહી કરવામાંઆવી રહી છે.

ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો છે,અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો,સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો હોવાની વાત સામે આવી છે,ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિકો છે,સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાની વાત સામે આી છે,ભરુચ અને વડોદરામાં એક-એક પાકિસ્તાની નાગરિક છે તો તમામ પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા કવાયત તેજ કરવામાં આવી છે.

ગૃહ વિભાગે તૈયાર કરી પાકિસ્તાની નાગરિકોની યાદી.ગાંધીનગર શહેરમાં કલોલ, માણસા, દહેગામમાં પાકિસ્તાનીઓ હોવાની વાત સામે આવી છે જેમાં અલગ-અલગ વિઝા પર પાકિસ્તાની આવ્યા હોવાની વિગતો મળી છે,તો ગૃહ મંત્રાલયના આદેશ બાદ પાકિસ્તાનીઓને તગેડી મૂકાશે અને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે,ગૃહ વિભાગે તમામને ભારત છોડવાનો આપ્યો આદેશ,તો અટારી બોર્ડરથી તમામને તેમના દેશ પાકિસ્તાન મોકલવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,