Health Care/ કાકડી આ રીતે ખાવાથી સદાય કબજીયાતથી મેળવો છુટકારો

ઉનાળમાં શરીરને ઠંડક આપવા માટે કાકડી સૌથી સસ્તી, હેલ્ધી અને અસરદાયક વિકલ્પ માનવામાં આવે છે. કાકડી હાઇડ્રેશન પૂરુ પાડતું નથી, પરંતુ પેટની સફાઇ અને

Trending Health & Fitness Lifestyle

Health News: ઉનાળમાં ધગધગતી ગરમી (Heat)માં સ્વસ્થ રહેવું હોય તો કાકડી (Cucumber)ને ખોરાકમાં દરરોજ સામેલ કરો. પેટને સાફ, કબજિયાત મુક્તિ અને શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે. ગરમીમાં કાકડી ખાવાથી માત્ર તરસ નથી બુઝાતી પણ પાચનતંત્રને સક્રિય રાખે છે. ગરમીમાં કાકડી સૌથી સસ્તી, હેલ્ધી અને અસરદાયક માનવામાં આવે છે. જોકે, કાકડી ફકત હાઇડ્રેશન નહીં, પેટની સફાઇ અને કબજિયાતથી રાહત આપવા રામબાણ ઈલાજ છે.

ઉનાળમાં શરીરને ઠંડક આપવા માટે કાકડી (Cucumber) સૌથી સસ્તી, હેલ્ધી અને અસરદાયક વિકલ્પ માનવામાં આવે છે. કાકડી હાઇડ્રેશન પૂરુ પાડતું નથી, પરંતુ પેટની સફાઇ અને કબજિયાતમાંથી રાહત આપવામાં  અદભુત કામ કરે છે. નિષ્ણાતના અનુસાર, કાકડીને સરખા પ્રમાણમાં ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે અને પેટની ગંદકી કુદરતી રીતે બહાર નીકળી જાય છે. આજના વ્યસ્ત જીવનમાં બેદરાકાર અને ખોટી જીવનશૈલીનાં કારણે કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ઘણા લોકો સવારે પેટ સાફ ન રહેવાથી પરેશાન હોય અને દરરોજ નવા ઘરેલૂં ઉપાય વાપરવામાં આવે છે. આ રીતે કાકડી ખૂબ સરળ, સસ્તું અને કુદરતી ઉપચાર બની રહે છે.

Kheera kakdi: अमृत के सामान है खीरा - Acharya Balkrishan Ji (Patanjali)

કાકડીના ફાયદા શું છે?

કાકડી (Cucumber)માં 95% પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે અને આતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. કાકડી (Cucumber)માં ફાઇબર, વિટામિન K,C, પોટેશિયમ ને એટીઓક્સીડેંટસ જેવા પોષક તત્વો હોય છે. આ પાચનતંત્ર (Digestion)ને સક્રિય રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

કબજિયાતથી રાહત મેળવવામાં કાકડી કઇ રીતે ખાવી ?

  • સવારે ખાલી પેટ ખાવું – આ અસરદાયક ઉપાય છે. કાકડી એક કે બે સવારે ખાલી પેટ ખાવી જોઇએ. આથી શરીરને તરત હાઇડ્રેશન મળે અને મેટાબોવિઝમ વધે છે.

  • સલાડમાં લીંબુ અને મીઠું સાથે- કાકડીને સલાડ તરિકે ખાવાથી અસરકારકતા વધે છે. લીબું અને સિધવ મીઠાનું મિકસ કરીને ખાવાથી પાચનમાં મદદ કરે છે.

  • કાકડી-દહીં કોમ્બો- દહીંમાં હાજર પેરોબાયોટિક્સ અને કાકડીની ઠંડક મળીને આતરડાઓ માટે વરદાન સાબિત થાય છે.

  • કાકડીનું જ્યુસ- તાજી કાકડીનું જ્યુસ સવારે-સાંજ પીવાથી કબજિયાત દૂર કરવામાં ફાયદાકારક છે.

खीरा-Kheera-(Cucumber) - Shopip Mart

ધ્યાન રાખો    

કાકડી ફાયદાકારક છે પણ ઓછી માત્રામાં ખાવી જોઇએ કારણ કે વધારે ખાવાથી ગેસ અને સોજો આવી શકે છે. કાકડીની એલર્જી હોય તો ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાઈ હીલ્સ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? ભોગવવા પડે છે ગંભીર પરિણામ

આ પણ વાંચો:ગુણકારી એવા ચણાનો લોટ ત્વચા માટે હાનિકારક તો નથી ને….?

આ પણ વાંચો:વાળને ઘટાદાર અને લાંબા બનાવવા અજમાવો 5 શ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાયો