દહેગામ
દહેગામમાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ફરિયાદી પરેશાન થઈ ગયા છે. દહેગામ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એક દલિત આરટીઆઈ અક્ટીવીસ્ટએ નગરપાલિકાના અધિકારી સામે ફરિયાદ નોંધાવતા તેને બ્લેક લીસ્ટ કરવાનો ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ફરિયાદી કોર્ટમાં ગયા છે.

કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજોને ધ્યાનમાં રાખી આ મુદ્દે યોગ્ય તપાસ કરવા નાયબ પોલીસ અધિક્ષક અને એસ.સી.એસ.ટી સેલ ગાંધીનગરને તપાસ કરી અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા ફરિયાદીએ અંતિમ પગલુ ભરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લખનિય છે કે ફરિદારીએ પાલિકાના કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ પતિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી.

હુકમ માં કોર્ટે જણાવ્યું કે અર્જીકર્તા દ્વારા રજૂ કરેલા તમામ દસ્તાવેજોને ધ્યાનમાં રાખતા આ મુદ્દે યોગ્ય તપાસ થવી જરૂરી છે. જેથી કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસ.સી અને એસ.ટી સેલ ગાંધીનગરને હાલની ફરિયાદમાં ક્રી.પ્રો.કોડ કલમ ૧૫૬(૩) મુજબ તપાસ કરી અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે તેવો આદેશ કર્યો હતો.
