Patan News : પાટણ MBBS ગુણ સુધારા કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. જેમાં MLA કિરીટ પટેલે કહ્યું કે પોલીસ ફરિયાદમાં વોરાનું નામ દાખલ નહીં કરાય તો હાઈકોર્ટમાં દાદ માગીશું’પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં વર્ષ 2018-19માં MBBS ગુણ સુધારા કૌભાંડ થયું હતું. જે મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, જો પોલીસ ફરિયાદમાં જે જે વોરાનું નામ દાખલ નહીં કરવામાં આવે અને તેને બચાવવાનો પ્રયાસ કરાશે તો આ અંગે હાઈકોર્ટમાં દાદ માગીશું.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વર્ષ 2018-19માં થયેલા MBBS ગુણ સુધારા કૌભાંડ અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને FIR નોંધવાનું કહ્યું હોવા છતાં યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી.હાઈકોર્ટમાં પિટિશન કર્યા બાદ 20 માર્ચ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ મળ્યો હતો. પાટણ બી ડિવિઝન પોલીસે યુનિવર્સિટીને CID ક્રાઈમના આધારે ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.
પરંતુ રજિસ્ટ્રાર અને કુલપતિના મેળાપીપણાથી આ કાર્યવાહી થઈ નથી.સીઆઈડી ક્રાઈમના રિપોર્ટમાં મુખ્ય આરોપી તરીકે જે.જે. વોરાનું નામ છે. તેમણે સપ્લિમેન્ટરી પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ઈરાદાપૂર્વક ફેરફાર કર્યા હતા. આ બાબતે હાઈકોર્ટે લેખિતમાં CIDના રિપોર્ટ મુજબ તપાસ કરી ચાર્જશીટ કરવાનું જણાવ્યું છે.ધારાસભ્યે ચિમકી આપી છે કે, જો વોરાનું નામ ફરિયાદમાં દાખલ નહીં કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડા, રાજ્ય પોલીસ વડા, કુલપતિ કે કુલસચિવ જે કોઈ આરોપીને બચાવવાનો પ્રયાસ કરશે, તેમની સામે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આરોપીને બચાવવું એ ગુનાહિત કૃત્ય છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:મહેસાણાથી મુંબઇ હવાઈ સેવા શરૂ કરવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ માંગ
આ પણ વાંચો:મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત