Not Set/ અમદાવાદ : રાત્રે 12 વાગ્યા પછી ફટાકડા ફોડતા બે યુવકોની પોલીસે કરી ધરપકડ

સુપ્રિમ કોર્ટે રાતના 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવાનો પ્રતિબંધ લાદ્યો છે અને રાત્રે 8થી 10 ફટાકડા ફોડવાની છૂટ આપી છે. ત્યારે અમરાઈવાડીમાં સુપ્રિમ કોર્ટના જાહેરનામા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકોએ રાત્રે સાડા બાર વાગ્યે જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા ફટાકડા ફોડવાના સમય અંગે […]

Ahmedabad Top Stories Gujarat

સુપ્રિમ કોર્ટે રાતના 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવાનો પ્રતિબંધ લાદ્યો છે અને રાત્રે 8થી 10 ફટાકડા ફોડવાની છૂટ આપી છે. ત્યારે અમરાઈવાડીમાં સુપ્રિમ કોર્ટના જાહેરનામા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકોએ રાત્રે સાડા બાર વાગ્યે જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા

ફટાકડા ફોડવાના સમય અંગે સરકાર હજુ ચર્ચા કરી રહી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રાત્રે 8થી 10માં જ ફટાકડા ફોડી શકાશે તેવી સ્પષ્ટતા કરી છે. આમ બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. સરકાર હજુ સોમવારે અંતિમ નિર્ણય જાહેર કરશે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સીરીઝમાં જોડાયેલા ફટાકડા ફોડી શકાશે નહીં. ધ્વનિ પ્રદૂષણ રોકવા માત્ર પીઇએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટના ફટાકડા વેચી અને ફોડી શકાશે..