Ahmedabad News:શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે મોટા ભાગના લોકો જુગાર રમવા બેસી જતાં હોય છે. અને શ્રાવણિયો જુગાર (Woman Forced To Play Gambling) પુરુષો સાથે સાથે ઘણી સ્ત્રીઓ પણ રમતી હોય છે. ત્યારે જન્માષ્ટમી ના અવસર પર એક મહિલાના સાસરિયાઓએ તેને આ શ્રાવણિયો જુગાર રમવા દબાણ કર્યું હતું. જેના ત્રાસથી આખરે આ મહિલા ઘર છોડવા પર મજબૂર બની હતી.
આપને જણાવી દઈએ આ ચોંકાવનારી ઘટના રાજકોટમાં બની હતી.જ્યાં એક સાસરિયાઓએ તેની પુત્રવધૂને જન્માષ્ટમી-શ્રાવણ દરમિયાન જુગાર (Woman Forced To Play Gambling) રમવા કહ્યું હતું.જેના પછી દલીલ એટલી વધી ગઈ કે પત્નીને તેના સાસરિયાનું ઘર છોડવું પડ્યું હતું. આખરે કંટાળીને પરિણીત મહિલા કોર્ટમાં ગઈ હતી. જ્યાં અમદાવાદ જિલ્લા કોર્ટે (Ahmedabad District Court) મહિલાના પતિ અને તેના પરિવારને શ્રાવણ મહિનામાં જુગાર પરંપરા (Woman Forced To Play Gambling) માં ભાગ લેવા દબાણ કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.એટલુ જ નહિ કોર્ટે પતિને માસિક ભરણપોષણ, ઘરનું ભાડું અને ઘરેલુ હિંસાના અધિનિયમ હેઠળ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

હાલમાં નિકોલ વિસ્તારમાં રહેતી આ મહિલાએ જાન્યુઆરી 2017 માં રાજકોટ (Rajkot)માં કરિયાણાની દુકાન ચલાવતા એક યુવાન સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ શ્રાવણ મહિનામાં, તેના સાસરિયાઓએ તેને જુગાર રમવાનો આગ્રહ કર્યો હતો કારણ કે ઘરમાં બધા જુગાર રમતા હતા. પરિવારજનોએ તેને પણ જુગાર (Woman Forced To Play Gambling) રમવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ મહિલાએ રમવાની ના પાડી અને કહ્યું કે તે શિક્ષિત પરિવારમાંથી છે તે જુગાર નહીં રમે.
મહિલા પર જુગાર રમવાનું દબાણ (Woman Forced To Play Gambling)
મહિલા અનુસાર જુગાર રમવાનો ઇનકાર કર્યા પછી, પરિવારનું વર્તન બદલાઈ ગયું હતું.આ જુગાર ખાલી સાસરિયાઓ જ નહીં પરંતુ તેમના બીજા ઘણા જાણીતા પરિચિતો પણ રમતા હતા. જેના કારણે છૂટાછેડા જેવી પરિસ્થિતી સર્જાતા અંતે, 2019 માં, તેને સાસરું છોડી દીધું હતું.

માહિતી અનુસાર આ મહિલાએ તેના પતિ સહિત પાંચ લોકો સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. સાસરૂ છોડીને ગયા પછી, તેના સાસરિયાઓએ તેના પર છેતરપિંડી અને દાગીના ચોરવાનો આરોપ લગાવીને FIR દાખલ કરી.ત્યારબાદ મહિલાએ અમદાવાદ ગ્રામીણ જિલ્લા કોર્ટમાં તેના પતિ અને તેના પાંચ સંબંધીઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા (Domestic violence)ની ફરિયાદ દાખલ કરી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે.
જેના પર કોર્ટે પતિને ભરણપોષણ (Alimony) તરીકે દર મહિને ₹5,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે સાસરિયાઓએ પોલીસ ફરિયાદોનો ઉલ્લેખ કરીને તેના આરોપોને નકારી કાઢ્યા હતા.પરંતુ કોર્ટે મહિલાની હેરાનગતિ વાળી વાતનો સ્વીકાર્યો હતો. પતિની આવક સાબિત ન થઈ શકી હોવાથી, કોર્ટે તેને સામાન્ય વ્યક્તિની સરેરાશ આવકના આધારે ભરણપોષણ તરીકે દર મહિને ₹5,000 અને ઘર ભાડા માટે વધારાના ₹2,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો:સાણંદ પોલીસે શકુનિઓના જુગારધામ પર રેડ કરી, ₹1.26 લાખ જપ્ત કર્યા !
આ પણ વાંચો:સૌથી મોટું જુગારધામ ઝડપાયું, લોકલ ક્રાઈમ બ્રાન્ચે 26 જુગારીઓની ધરપકડ
આ પણ વાંચો:આણંદના નાપામાં ચાલતાં જુગારધામ પર SMCના દરોડા, 11 લોકોની ધરપકડ
