Ahmedabad News/ પોલીસે ગેરકાયદે LED Light સામે ઝુંબેશ તો ચાલુ કરી, પરંતુ તેની તીવ્રતા માપવાનું સાધન જ નથી

ગુજરાતમાં રસ્તા પર થતાં અકસ્માત માટે જવાબદાર LED લાઇટને લઈને મોટા સમાચાર આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે LED લાઇટના લુમેક્સ એટલે કે તેમાથી નીકળતા પ્રકાશની તીવ્રતા માપવા માટે પોલીસ પાસે ડિવાઇસ જ નથી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં

Gandhinagar News: ગુજરાતમાં રસ્તા પર થતાં અકસ્માત માટે જવાબદાર LED લાઇટ (LED light)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે LED લાઇટના લુમેક્સ એટલે કે તેમાથી નીકળતા પ્રકાશની તીવ્રતા માપવા માટે પોલીસ પાસે ડિવાઇસ જ નથી.

LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં
LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં

LED light નું વધતું વેચાણ રોકવા પોલિસી જ નથી

આ ઉપરાંત LED લાઇટ (LED light)નું વધતું જતું વેચાણ રોકવા માટે ચોક્કસ પોલિસી જ નથી. આમ પોલીસે યોગ્ય પોલિસી વગર લોકોને દંડિત કરવાની ફરજ પડી રહી છે. આમ પોલીસને પૂરતા સાધનો આપ્યા વગર જ ગેરકાયદે LED લાઇટ (LED light) સામેનો જંગ જીતવા મેદાનમાં ઉતારી દેવામાં આવી છે.

LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં
LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં

અંધારામાં તીર ચલાવતી પોલીસ

બીજા શબ્દોમાં કહેવું હોય તો પોલીસ અંધારામાં તીર ચલાવી રહી છે. તેના કારણે ઘોડા અને ગધેડા બધાને એક જ લાકડીએ હાંકવામાં આવી રહ્યા છે. સ્ટાન્ડર્ડ LED લાઇટની (LED light) તીવ્રતા ત્રણથી પાંચ હજાર લુમેક્સની અંદર હોવી જોઈએ. હવે પાંચ હજારથી વધુ લુમેક્સની તીવ્રતાવાળી LED લાઇટને ગેરકાયદેસર માનવામાં આવે છે. આ સંજોગોમાં પોલીસ પાસે LED લાઇટની તીવ્રતાને માપવાનું સાધન જ નથી. તેથી પોલીસ જે પણ LED લાઇટને જુએ છે તેને તેની મરજી મુજબ એક હજારથી લઈને છ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારે છે.

LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં
LED લાઇટ સામેની ઝુંબેશમાં પોલીસને તૈયારી વગર જ મેદાનમાં

ગેરકાયદે LED લાઇટના લીધે થાય છે અકસ્માત

હાલમાં પોલીસ ગેરકાયદેસરની LED લાઇટ સામે 15 દિવસથી સઘન ઝુંબેશ ચલાવી રહી છે. તેના કારણે મોટાપાયા પર LED લાઇટવાળા વાહનોને દંડિત કરવામાં આવી રહ્યા છે. તેમના માટે જાણે LED લાઇટ હોવી ગુનો થઈ ગયો છે. ફોર-વ્હીલરવાળા તો દંડિત થાય જ છે, પરંતુ તેની સાથે-સાથે ટુ-વ્હીલર ચાલકો પણ પોલીસના હડફેટે ચઢી ગયા છે. હાલમાં જે અકસ્માતો થાય છે તે ગેરકાયદેસરની LED લાઇટના કારણે થઈ રહ્યા છે.


આ પણ વાંચો: Gujarat Police Bharti 2026: LRD અને PSI માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ જાહેર

આ પણ વાંચો: ગુજરાત પોલીસનું GP-SMASH પોર્ટલ, મુસીબતમાં ફસાયેલા નાગરિકો માટે ‘એક ક્લિકમાં મદદ’ 

આ પણ વાંચો: પોલીસ ભરતીમાં 13,591 જગ્યાઓ સામે 10 લાખ અરજદારો!