Not Set/ તેલંગાણા/ DRI દ્વારા 1335 કિલો ગાંજા સાથે બે શખ્સોને દબોચી લેવાયા

તેલંગાણામાં ડિરેક્ટરરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા હૈદરાબાદની હદમાંથી 2 કરોડ રૂપિયાની કિંમતનો 1335 કિલો ગાંજો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો ગાંજો ભદ્રચલમથી કર્ણાટકના બિડરમાં લઈ જઇ રહ્યા હતા. શખ્સો દ્વારા ગાંજાનાં પરિવહન માટે એક લોરી(ટ્રક)માં ડાંગરની ભૂકીની અંદર છુપાવવાનો પેંતરો અજમાવવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા પરિવહનમાં ઉપયોગમાં લેવામાં આવેલી લોરી(ટ્રક) […]

Top Stories India

તેલંગાણામાં ડિરેક્ટરરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા હૈદરાબાદની હદમાંથી 2 કરોડ રૂપિયાની કિંમતનો 1335 કિલો ગાંજો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો ગાંજો ભદ્રચલમથી કર્ણાટકના બિડરમાં લઈ જઇ રહ્યા હતા. શખ્સો દ્વારા ગાંજાનાં પરિવહન માટે એક લોરી(ટ્રક)માં ડાંગરની ભૂકીની અંદર છુપાવવાનો પેંતરો અજમાવવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા પરિવહનમાં ઉપયોગમાં લેવામાં આવેલી લોરી(ટ્રક) સહીતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : દેશભરમાંથી એક જ દિવસમાં 36.522 કિલો “હેરોઇન” અને 8.58 કરોડનાં બીજા ડ્રગ્સ ઝડપાયા

આપને જણાવી દઇએ કે પાછલા થોડા સમયથી દેશભરમાંથી નશિલા પદર્થોનો મોટો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. ગત શુક્રવારનાં દિવસે જ દેશભરમાંથી 36.522 કિલો હેરોઇન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું હતું. તો સાથે સાથે 8.58 કરોડની કિંમતના બીજા ડ્રગ્સ પણ પકડાયા હતા. દેશભરમાંથી પકડાયેલાની વાત કરવામાં આવેતો પંજાબની આંતરરાષ્ટ્રીય બોર્ડર ડ્રગ્સને દેશમાં ઠાલવવા માટે સ્વર્ગ માનવામાં આવે છે. અને શુક્રવારે પકડાયેલા 36.522 કિલો જથ્થામાં 34.522 કિલો હેરોઇન પંજાબમાંથી જ પકડવામાં આવ્યું છે. તો સાથે સાથે ડ્રગ્સ માફિયાઓ હવે પૂર્વોત્તરનાં રાજ્યો તરફ પણ ડ્રગ્સ અને આંતકવાદ માટે વળ્યા છે. આ વાતની પુષ્ટી કરવા માટે કહી શકાય કે, ઇમફાલમાંથી પણ 8.58 કોરડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તો કલકત્તામાંથી પણ 2 કિલો હેરોઇન સાથે એક ડ્રગ્સ પેડલરને ઝડપી લેવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.