Not Set/ દરેક ધર્મમાં ધાર્મિક યાત્રા કરવાની પ્રથા શા માટે હોય છે..?

દરેક ધર્મમાં ધાર્મિક યાત્રા કરવાની પ્રથા હોય છે, પરંતુ હિંદુ હોય કે મુસ્લિમ કે શીખ કે પછી ઈસાઈ, દરેક  ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ છે. વળી હિંદુ ધર્મમાં યાત્રાના પ્રકારો અને યાત્રાનાં સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતાં ઘણું વધારે છે. એટલે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના કે દૂરના, સરળ કે કઠીન માર્ગ […]

Uncategorized

દરેક ધર્મમાં ધાર્મિક યાત્રા કરવાની પ્રથા હોય છે, પરંતુ હિંદુ હોય કે મુસ્લિમ કે શીખ કે પછી ઈસાઈ, દરેક  ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ છે. વળી હિંદુ ધર્મમાં યાત્રાના પ્રકારો અને યાત્રાનાં સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતાં ઘણું વધારે છે. એટલે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના કે દૂરના, સરળ કે કઠીન માર્ગ પર, વાહન દ્વારા કે પગે ચાલીને, અરે દંડવત પ્રણામની સ્થિતિમાં કે પછી આળોટતા જઈને પણ પોતાની યાત્રા પૂર્ણ કરતાં હોય છે. અને ઈષ્ટદેવના સ્થાનક પર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

આ બધી જ યાત્રાઓમાં સૌથી વધુ કઠીન યાત્રા કઈ? તો આબોહવાની વિષમતા, સ્થળનું અંતર, પહોંચવાના માર્ગની દુર્ગમતા, યાત્રાળુની શારીરિક, માનસિક અને આર્થીક ક્ષમતાઓની જરૂરિયાતો અને સરકારી મંજૂરીઓ મેળવવાની વિકટતાને ધ્યાનમાં રાખીને, હાલના સમયમાં સૌથી કઠીન યાત્રા કૈલાશ માનસરોવરની યાત્રા ગણી શકાય. તે પછી બીજા નંબર પર આવે અમરનાથની યાત્રા અને  નાની ચારધામ યાત્રાણે આ ક્રમમાં ત્રીસ્થાને મૂકી શકાય.

આપણા દેશની ચારે દિશાઓના છેવાડે આવેલ ચાર મોટાં ધાર્મિક સ્થળ હિંદુ ધર્મનાં ચાર મોટાં ધામ ગણાય છે: ઉત્તર દિશામાં બદ્રીનાથ, દક્ષિણ દિશામાં રામેશ્વર, પૂર્વ દિશામાં જગન્નાથપૂરી અને પશ્ચિમ દિશામાં દ્વારકા. આ યાત્રા થકી બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ, રામેશ્વરમાં ભગવાન રામ દ્વારા સ્થાપિત મહાદેવ અને જગન્નાથપૂરી તથા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ, એમ હિંદુ ધર્મના મોટા ઇષ્ટદેવોનાં દર્શન થઇ જતાં હોવાથી આ ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. વળી આ યાત્રા કરવાથી આખો દેશ ફરી વળ્યા હોવાનું અનુભવાય છે, તેથી દરેક હિંદુ જીવનમાં એક વાર તો આ ચારધામની યાત્રા કરવી જ કરવી એવું સ્વપ્ન સેવતો હોય છે.

એક અન્ય મત મુજબ ચારધામમાં ઉત્તર દિશામાં બદ્રીનાથને બદલે બનારસમાં આવેલ કાશી વિશ્વનાથનો અને પશ્ચિમ દિશામાં દ્વારકાને બદલે સોમનાથ મહાદેવનો પણ સમાવેશ કરવામાં આવે છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં હિમાલયની ભવ્ય પર્વતમાળાની ગોદમાં આવેલ ચાર મોટાં ધાર્મિક સ્થળ, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ પણ એટલાં બધાં જાણીતાં અને લોકપ્રિય બની ગયા છે કે આ ચાર સ્થળોની જાત્રા પણ ચારધામ યાત્રા તરીકે જ ઓળખાય છે. બંને યાત્રાઓ વચ્ચે ભેદ રાખવા માટે હિમાલયનાં આ ચાર ધામની જાત્રા નાની ચારધામ યાત્રા કહેવાય છે.

મોટી ચારધામ યાત્રામાં બદ્રીનાથ સિવાયનાં ત્રણ ધામ તો મેદાની વિસ્તારમાં હોવાથી ત્યાં પહોંચવાનું ઘણું જ સરળ અને સગવડતાભર્યું છે, પરંતુ નાની ચારધામ યાત્રાનાં ચારેય સ્થળો હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર આવેલાં હોવાથી સુધી ત્યાં સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડો, ઊંડી ખીણો, ઝડપથી વહેતી નદીઓ અને ઝરણાં, તીવ્ર ચઢાણ, ગમે ત્યારે પહાડોમાંથી ધસી આવતી શીલાઓ, યાંત્રિક વાહન જઈ ના શકે તેવા કાચા, તૂટેલા, પથરાળ અને ઉબડખાબડ રસ્તા, અચાનક અત્યંત ઠંડી, ભયંકર બરફ કે અનારાધાર વરસાદ આવી પડે તેવી આબોહવા, શ્વાસ લેવામાં તકલીફ થાય એટલી પાતળી હવા, વિગેરે અનેક વિષમ પ્રતિકુળતાઓનો સામનો કરવો પડે છે. આથી નાની ચારધામ યાત્રા અત્યંત કઠીન યાત્રા ગણાય છે. પરંતુ યાત્રા જેટલી કઠીન, એટલું તેનું મહત્વ વધારે, એ ન્યાયે આવી યાત્રા કરવાનું મન વધારે થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન