Kalol News:અકસ્માતોની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે. જેમાં ઘણા લોકોના જીવ પણ ગયા છે. આવો જ એક અકસ્માત કલોલના અંબિકા હાઇવે પર બન્યો છે.જ્યાં શ્રીજી ગરનાળા નજીક રસ્તો ક્રોસ કરી રહેલી એક સલમા નામની યુવતીને પૂરપાટ ઝડપે બુલેટ સવારે ટક્કર (Bullet Bike Accident) મારી હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 24 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બુલેટ સવારે મારી ટક્કર (Bullet Bike Accident)
માહિતી અનુસાર આ યુવતી કલોલના નાગોરી વાસની રહેવાસી છે.તે તેની માતાની દવા ખરીદવા માટે ઘરેથી નીકળી હતી.આ દરમિયાન,રાત્રે શ્રીજી ગરનાળા નજીક અમદાવાદ-મહેસાણા હાઇવે ક્રોસ કરતી વખતે તેને બુલેટ ચાલકએ ટક્કર (Bullet Bike Accident) મારી હતી. અકસ્માત બાદ આ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ લિયાકત ઘાંચી અને અન્ય બે લોકો તેને મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષામાં ઘરે લઈ ગયા હતા. તે લોકો જ્યારે ઘરે પહોચ્યા ત્યારે યુવતીના પરિવારને આ અકસ્માતની જાણ થઈ હતી.
આ સમગ્ર ઘટના બાદ બીજા દિવસે યુવતીને શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો, જેથી પરિવાર તેને નજીકની સેઝ સ્થિત પી.એસએમ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીની ની ગંભીર હાલત જોઈને, ડોક્ટરોએ તેને તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં દાખલ કરી હતી. આ સમયે સારવાર દરમિયાન તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. સારવાર દરમિયાન ગઈકાલે યુવતીનું મૃત્યુ થયું હતું. મૃતકની માતાની ફરિયાદના આધારે, કલોલ શહેર પોલીસે કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:કલોલમાં 6 મહિનાના બાળકનું અજાણી મહિલાએ કર્યું અપહરણ
આ પણ વાંચો:કલોલમાં કાર ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં નિપજ્યું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં કલોલ કોર્ટ રોડ અને એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, એક મોત
