Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર પાનોટ ગામની સીમમાં ગોપાલ કાંટા પાછળ રહેતા એક પરિવારના 6 મહિના અને 12 દિવસના બાળકનું અપહરણ થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન, ખરીદી કરીને પરત ફરતી વખતે એક અજાણી મહિલાએ બાળક પરિવારના કબજામાંથી છીનવી લીધું હતું. કલોલ તાલુકા પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે બાદ બાળક મળી ગયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલ તાલુકાના પાનોટ ગામની રહેવાસી કલાબેન અનવરભાઈ મીર, દિવાળીના તહેવારને કારણે સવારે તેના નણંદ લશાબેન, તેના બે પુત્રો, સમીર (8), શાહરૂખ (6 મહિના અને 12 દિવસ) અને તેના નણંદના પુત્ર શબ્બીર સાથે કલોલમાં ફરવા ગઈ હતી.

બપોરે 2 વાગ્યાની આસપાસ, તેઓ છત્રાલ પુલ પાસે લુણાસણ રોડ પર રિક્ષામાંથી ઉતર્યા. ગુજરાતી બોલતી મહિલાએ કલાબેનને બાળકો વિશે વાત કરી. બાદમાં, બપોરે 2:30 વાગ્યાની આસપાસ, કલાબેન અને તેમના નણંદ લુણાસણ રોડ નજીક સર્વિસ રોડ પર લચ્છીની લારી પાસે બેઠા હતા. કલાબેન તેમના નાના દીકરા શાહરૂખને તેમના નણંદ ના દીકરા શબ્બીર અને મોટા દીકરા સમીર સાથે ટેબલ પર મૂકીને મેડિકલ સ્ટોર પર મલમ ખરીદવા ગયા.
જ્યારે તેમના નણંદ લશાબેન તાવની દવા ખરીદવા ગયા, ત્યારે કલાબેનને મેડિકલ સ્ટોર પર કોઈ મલમ ન મળ્યો, તેથી તેઓ લચ્છીની લારી પર પાછા ફર્યા. પહોંચ્યા પછી, તેમણે તેમના બે મોટા દીકરાઓને ટેબલ પર બેઠા જોયા, પરંતુ છ મહિનાનો શાહરૂખ તેમના ખોળામાંથી ગાયબ હતો. જ્યારે તેમણે તેમના દીકરાઓને પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે લીલી સાડી પહેરેલી તેની બહેન શાહરૂખને પોતાની સાથે લઈ ગઈ હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી બોયફ્રેન્ડે જ કરી હત્યા
આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ
