Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસમાં નોકરી કરવાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબી રાહ જોતા ઉમેદવારો માટે હવે રાહનો અંત આવ્યો છે.
પોલીસ ભરતી (Gujarat Police Bharti) બોર્ડની જાહેરાત મુજબ આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ કેન્દ્રો પર શારીરિક કસોટીનો પ્રારંભ થશે. આ કસોટી હેઠળ ઉમેદવારોની દોડ, ઊંચાઈ, છાતી સહિતના શારીરિક માપદંડોની તપાસ કરવામાં આવશે.
13,591 જગ્યાઓ સામે 14 લાખથી વધુ અરજીઓ
રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કુલ 13,591 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ 14 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, જેના કારણે એક-એક જગ્યા માટે કડક સ્પર્ધા થવાની છે.

Gujarat Police Bharti: LRD અને PSI બંને પદો માટે
આ ભરતી પ્રક્રિયામાં લોકરક્ષક દળ (LRD) અને PSI બંને પદો માટે શારીરિક કસોટી લેવામાં આવશે. ભરતી બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બંને કેડરના ઉમેદવારો માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ પરીક્ષણ થશે. ઉમેદવારોના કોલ લેટર ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ઉમેદવારો પોતાની તારીખ અને કેન્દ્રની માહિતી મેળવી શકે.
ઉમેદવારો તૈયારીના અંતિમ તબક્કામાં
તારીખ જાહેર થતાની સાથે જ રાજ્યભરના ગ્રાઉન્ડ અને મેદાનોમાં ઉમેદવારોની તૈયારી વધુ તેજ બની ગઈ છે. દોડ, સ્ટેમિના અને ફિટનેસ માટે ઉમેદવારો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. હવે ગણતરીના દિવસો બાકી હોવાથી દરેક ઉમેદવાર માટે આ શારીરિક કસોટી મહત્વપૂર્ણ સાબિત થવાની છે. પોલીસ ભરતીમાં સામેલ થવા ઇચ્છુક ઉમેદવારો માટે આવનારા દિવસો નિર્ણાયક બનવાના છે.

View this post on Instagram
આ પણ વાંચો: પોલીસ ભરતી :આગામી 1 વર્ષમાં 14 હજાર પોલીસ કર્મીઓની થશે ભરતી
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યું
