Jamnagar News/ જામનગરમાં આઇસર ટ્રક ભરીને દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલસીબીએ પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના ગુનાઓને ડામવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી

Gujarat

Jamnagar News: જામનગર એલસીબીએ (Jamnagar LCB) દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી કુલ રૂપિયા 16.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર જિલ્લા પોલીસ (District Police) વડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલસીબીએ પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના ગુનાઓને ડામવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. આ જ ડ્રાઇવમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે ઠેબા ચોકડી હાઇવે રોડ પરથી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની 305 બોટલો, બે મોબાઇલ ફોન અને આઇસર ટ્રક મળી કુલ રૂપિયા 16 લાખ 32 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં બે આરોપીઓ જોગારામ મોતીરામ રાવજી બારોટ અને રેવતારામ ભુમારામ રવજી બારોટ, બંને રહે. રાજસ્થાનને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી સહિત એલસીબી સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આ કામગીરીને સફળ બનાવવા માટે ખૂબ જ સમર્પણ અને મહેનત કરી છે. ખાનગી બાતમીના આધારે ટ્રકને રોકીને તપાસ કરવી અને મુદ્દામાલ કબજે કરવો એ પોલીસની ચાતુર્યતા દર્શાવે છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 6.70 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:સોલામાં ભાગવત બ્રિજ નીચેથી દારૂના જથ્થા સાથે 10.66 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:બનાસકાંઠામાં એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો