સુરત
સુરતમાં એક પોલીસ કર્મી સાથે ટપલીદાવ કરવામાં આવ્યો હતો. શહેરના વેસુ વિસ્તારમાં રિક્ષાવાળાઓએ પોલીસકર્મી પર ટપલી દાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ હપ્તા વસૂલી મામલે રિક્ષાવાળાઓએ આ ટપલી દાવ કર્યો હતો.
પોલીસકર્મી જ્યારે મફતના ઉઘરાણાં કરવા ગયો ત્યારે રિક્ષાવાળાઓએ તેને ઘેરી લીધો હતો અને તેના પર ટપલીદાવ કરવામાં આવ્યો હતો. તો રિક્ષાવાળાઓનો એવો પણ આક્ષેપ છે કે આ પોલીસકર્મી નશાની હાલતમાં હતો.
