Not Set/ પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં આત્મઘાતી હુમલો, ૧૧ના મોત

પાકિસ્તાન, આતંકીઓ માટે સેફ હેવન કહેવાતા પાકિસ્તાન વધુ એકવાર આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે. દક્ષિણી પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં આર્મી બેસ નજીક હુમલાખોરોએ એક આત્મઘાતી હુમલો કર્યો હતો. અ હુમલામાં ૧૧ લોકોનાં મૃત્યુ થયા છે. જયારે ૩૫ થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનામાં વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. ઘાયલોને આ માટે હોસ્પિટલમાં ખસેડાયા […]

Top Stories

પાકિસ્તાન,

આતંકીઓ માટે સેફ હેવન કહેવાતા પાકિસ્તાન વધુ એકવાર આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે. દક્ષિણી પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં આર્મી બેસ નજીક હુમલાખોરોએ એક આત્મઘાતી હુમલો કર્યો હતો. અ હુમલામાં ૧૧ લોકોનાં મૃત્યુ થયા છે. જયારે ૩૫ થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનામાં વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. ઘાયલોને આ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પાકિસ્તાનની સેનાના જણાવ્યા અનુસાર, સ્વાટ ઘાટી નજીક શનિવારે મોડી રાત્રે આર્મી બેસ નજીક હુમલાખોરોએ સેનાની છાવણી બહાર રમત ગમતના મેદાનને નિશાન બનાવ્યું હતું. હુમલો થયો તે સમયે લોકો વૉલીબૉલની મેચ જોવા માટે એકત્ર થયા હતા ત્યારે હુમલાખોરોએ બોમ્બ દ્રારા આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો, ત્રણ પોલીસ જવાનો અને પાંચ નાગરિકોના મોત થયા છે.

પાકિસ્તાની તાલિબાને દાવો કર્યો છે કે આ હુમલો તેમણે કરાવ્યો છે. નોધનીય છે કે, સ્વાત ઘાટીમાં પહેલીથી જ ચરમપંથીઓની સંખ્યા ખૂબ વધારે હતી. ત્યાંથી બહાર ખદેડી દીધા બાદ પણ ચરમપંથીઓ દ્વારા આ વિસ્તારમાં અનેકવાર આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવતા રહ્યા છે.