Not Set/ રાજ્યમાં આજે યોજાશે ૧૧૫૩ ગ્રામપંચાયતની ચુંટણી, ભાજપ માટે કપરા ચઢાણ

ગાંધીનગર, ગત વર્ષના ડિસેમ્બર માસમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણી બાદ ફેબ્રુઆરી માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળશે. ફેબ્રુઆરીમાં યોજાનારી ગ્રામપંચાયતની ચુંટણીઓને લઇ રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે રાજ્યની ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ચુંટણી શરૂ થઈ છે. ગ્રામપંચાયતની કુલ ૧૪૨૩ માંથી ૨૭૦ પંચાયત સમરસ થતા હવે માત્ર ૧૧૫૩ ગ્રામ […]

Top Stories

ગાંધીનગર,

ગત વર્ષના ડિસેમ્બર માસમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણી બાદ ફેબ્રુઆરી માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળશે. ફેબ્રુઆરીમાં યોજાનારી ગ્રામપંચાયતની ચુંટણીઓને લઇ રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે રાજ્યની ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ચુંટણી શરૂ થઈ છે. ગ્રામપંચાયતની કુલ ૧૪૨૩ માંથી ૨૭૦ પંચાયત સમરસ થતા હવે માત્ર ૧૧૫૩ ગ્રામ પંચાયતમા આજે ચુંટણી માટે મતદાન શરૂ થયું છે.

આ પંચાયતમાં કુલ ૬૦૪૯ બેઠકો માટે ચુંટણી યોજાઈ રહી છે જેમાં ૧૧૨૯ સરપંચનું ભાવી EVM મશીનમાં કેદ થશે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે સવારે ૮ વાગેથી મતદાન શરુ થયું છે જે સાંજે પાંચ વાગે સુધી ચાલશે. જેનું પરિણામ ૧૯ ફેબ્રુઆરીના રોજ જાહેર થવાનું છે.

સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચુંટણી કોઈ પણ રાજકીય પક્ષના ચિહ્નન પર લડાતી નથી. પરંતુ રાજકીય પક્ષોના સમર્થકો આ ચુંટણીમાં જંપલાવે છે. તેથી આ ચુંટણીના પરિણામોને લઇ રાજકીય પાર્ટીઓ પોતાનો દાવો બતાવતી હોય છે. પરિણામો આવ્યા બાદ રાજકીય પક્ષો પોત પોતાના પક્ષના જીતનો દાવો કરે છે.

મહત્વનું છે કે, ડિસેમ્બર માસમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ માત્ર ૯૯ સીટ મેળવી શકી હતી અને પોતાના ૧૫૦+ સીટના દાવાને સિદ્ધ કરી શકી ન હતી. ત્યારે આ ચુંટણી પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મળેલી પાતળી સરસાઈને જોતા BJP માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે.