Ambaji Temple: અંબાજીમાં રોપ-વે સેવા ચાર દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરીને લઈને 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ ગબ્બર ગઢની મુલાકાત લેતા હોય છે. જો કે તાજેતરમાં લેવાયેલા નિર્ણય બાદ ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા શ્રદ્ધાળુઓએ રોપ-વેના બદલે પગથિયાનો ઉપયોગ કરવાનો રહેશે. કામગીરી પૂર્ણ થતાં જ 3 ઓગસ્ટથી રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાં લોકપ્રિય મંદિરોમાં અંબાજી મંદિરનો સમાવેશ થાય છે. અંબાજી મંદિર પાસે ગબ્બર ગઢમાં જ્યોત છે જેના દર્શન કરવા શ્રધ્ધાળુઓ પગથિયા અથવા તો રોપ-વે સેવાનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તહેવારોની મોસમ છે. આ દિવસોમાં શ્રદ્ધાળુઓ ભીડ દર્શન કરવા ઉમટી પડે છે. આ બાબતને ધ્યાને લઈને ગબ્બર ગઢના રોપ વેમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ છે. જેને પગલે 4 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. 2 ઓગસ્ટ બાદ પુનઃ રોપ વે સેવાના લાભ લઈ શકાશે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
