Not Set/ સો વર્ષના થયા આ માજી, પરિવારે ઉજવ્યો જન્મદિન, છ પેઢી રમાડી ચુક્યા છે

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા દૂધીબેન ગોરધનભાઈ કાલરીયા ને 100 વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા કડવા પટેલ સમાજ મોવિયા ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવન ની ઉજવણી કરવામાં આવી હતી.   જેમાં સવારે 9 કલાકે કાલરીયા પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરી પરિવારના વટ વૃક્ષ સામે દૂધીબેનની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ હતી.   બાદમાં દૂધીબેન દ્વારા […]

Top Stories Gujarat Rajkot

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા દૂધીબેન ગોરધનભાઈ કાલરીયા ને 100 વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા કડવા પટેલ સમાજ મોવિયા ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવન ની ઉજવણી કરવામાં આવી હતી.

 

જેમાં સવારે 9 કલાકે કાલરીયા પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરી પરિવારના વટ વૃક્ષ સામે દૂધીબેનની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ હતી.

 

બાદમાં દૂધીબેન દ્વારા સર્વે ને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

દૂધીબેન ના પાંચ પુત્રો છે જેમના નામ આ પ્રમાણે છે. સ્વ. ગોવિંદભાઇ, મગનભાઈ, વલ્લભભાઈ, પ્રાણલાલ અને વિનોદરાય અને સાત દીકરીઓ સહિત ભાણેજ અને કૌટુંબિકજનો હાજરીમાં સાંસ્કૃતિક ઢબે જન્મોત્સવ ઉજવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દૂધીબેન આજે પણ કડે ઘડે છે. પોતાનું નિત્ય કર્મ પોતાની હાથે જ કરી રહ્યા છે.

દૂધીબેન જરૂર પડ્યે પરિવારના કામકાજમાં હાથ પણ દેવડાવતા હોય છે.

દૂધી બેનને આંખે ચશ્મા પણ નથી, અને હાલ છઠ્ઠી પેઢીના સંતાનોને રમાડી રહ્યા છે. તેમના હર્યા ભર્યા પરિવારમાં આજે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.