Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 10 જૂન 2026, બુધવારનું દૈનિક રાશીભવિષ્ય (Aaj Nu Rashifal). જ્યોતિષાચાર્ય કિશન મહારાજ પાસેથી જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચકનો સમય અને ગણેશ આરાધનાનું મહત્વ.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Aaj Nu Rashifal)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજનું પંચાંગ: આજે તા.10-06-2026, બુધવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ દશમ તિથિ છે, જે સવારે 01:00 વાગ્યા સુધી (જૂન-11) વિદ્યમાન રહેશે. આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે, જે સવારે 08:17 વાગ્યા સુધી (જૂન-11) રહેશે અને નક્ષત્ર ઉત્તરભાદ્રપદ સવારે 09:22 સુધી માન્ય છે. આજનો યોગ આયુષ્યમાન છે, જે સવારે 06:31 સુધી વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે 01:45 સુધી છે.

આજે પંચક પૂરા દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો આજે નથી.

સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, ઠ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:24 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 02:15 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 02:25 વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે 12:37 થી 02:20 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે ગણેશજીની આરાધના કરવી શ્રેષ્ઠ છે. દશમ તિથિની સમાપ્તિ સવારે 01:00 વાગ્યે (જૂન-11) થશે.

તારીખ :- 10-06-2026, બુધવાર / જેઠ અધિક વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૩ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૫
શુભ ૧૦:૫૭ થી ૧૨.૩૭
લાભ ૦૫:૪૩ થી ૦૭:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩ થી ૦૯:૫૯
અમૃત ૦૯:૫૯ થી ૧૧:૨૦

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 10 જૂન 2026, બુધવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

મનમાં ચાલી રહેલી કોઈપણ મોટી ઈચ્છા પૂરી થશે, જે તમે ધારશો તે મેળવી શકશો.

ધાર્યા પરિણામો મેળવવા અને કાર્યોને સફળ બનાવવા માટે આજે સખત મહેનત કરવી પડશે.

સામાજિક કે કૌટુંબિક ચર્ચા દરમિયાન કોઈની સાથે વાદ-વિવાદ કે બોલવાનું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ઘરના કોઈ આંતરિક પ્રશ્નો અથવા પત્નીના સ્વાસ્થ્યને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે.

શુભ કલર – આસમાની

શુભ અંક – 3

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

સંતાન પક્ષ તરફથી અથવા નોકરી-ધંધાના ક્ષેત્રે એકાએક કોઈ સારા અને મોટા સમાચાર મળશે.

અંગત સંબંધો ગાઢ બનશે અને તમારું પ્રેમજીવન ગુલાબની જેમ સોહામણું ખીલી ઉઠશે.

નકામી ચિંતાઓ છોડીને ભવિષ્ય અંગે બહુ લાંબુ (Aaj Nu Rashifal) અને નકારાત્મક વિચારવાનું બંધ કરવું.

આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમે તમારા તમામ શત્રુઓ અને વિરોધીઓ સામે વિજય મેળવશો.

શુભ કલર – લીલો

શુભ અંક – 5

મિથુન (ક, છ, ઘ) :

લાંબા સમયથી મનમાં સંજોગાયેલા સપના અને આકાંક્ષાઓ આજે સાકાર થતા જણાશે.

લાઈફસ્ટાઈલમાં પોઝિટિવ ચેન્જ આવશે, જેના લીધે તમારી પર્સનાલિટી અને સૌંદર્યમાં વધારો થશે.

સામાજિક વર્તુળમાં લોકો તરફથી તમારી પ્રશંસા (Aaj Nu Rashifal) અને તમારા વિશે સારું સાંભળવા મળી શકે છે.

સમય કિંમતી છે, તેથી બિનજરૂરી વાતો કે સોશિયલ મીડિયા પર સમયનો બગાડ ન કરવો.

શુભ કલર – સફેદ

શુભ અંક – 7

કર્ક (ડ , હ) :

વ્યાપારમાં નવી તકો મળવાના કારણે બિઝનેસ કે ધંધામાં અદભુત જાગૃતતા અને પ્રગતિ આવશે.

ઓફિસના વાતાવરણમાં કે સિનિયર અધિકારીઓ સાથે નોકરીમાં થોડી મુશ્કેલી જણાઈ શકે છે.

શાંતિ જાળવવી અને ઘરની કે બહારની નાની નાની વાતોને મોટી કરી ક્લેશ ન વધારવો.

નાણાકીય દ્રષ્ટિએ સારો દિવસ છે, વ્યાપારમાં(Aaj Nu Rashifal)નવી ભાગીદારી કરવાથી મોટો આર્થિક લાભ થશે.

શુભ કલર – સોનેરી

શુભ અંક – 8

સિંહ (મ , ટ) :

વ્યવહારિક બાબતોમાં કોઈના પર આંધળો ભરોસો ન કરવો અને ખોટા લોકો ઉપર દયા ખાવી નહીં.

જીવનમાં ચાલી રહેલી અણધારી પરિસ્થિતિઓ અને સમય આજે તમને ઘણું બધું શીખવી જશે.

મનને એકાગ્ર રાખવું, એકસાથે અનેક જગ્યાએ ધ્યાન રાખવાથી કાર્યો બગડી શકે છે.

કોઈ અધૂરા કામ કે આર્થિક ચિંતાઓના (Aaj Nu Rashifal) લીધે મનમાં થોડી અશાંતિ અને બેચેની જોવા મળશે.

શુભ કલર – લાલ

શુભ અંક – 4

કન્યા (પ , ઠ, ણ) :

બિનજરૂરી રીતે ટીવી કે મોબાઈલ જોવામાં કિંમતી(Aaj Nu Rashifal) સમય બગડે નહીં તેની પૂરતી સાવધાની રાખવી.

પ્રોપર્ટી કે નાણાકીય દસ્તાવેજોમાં કોઈ ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કોઈ નવું કામ કે રોકાણ શરૂ કરતા પહેલાં ઘરના કોઈ અનુભવી માણસની સલાહ ચોક્કસ લેવી.

નસીબનો ભરપૂર સાથ મળશે, ભાગ્યના જોરે કરિયરમાં અદભુત પ્રગતિ અને મોટો આર્થિક લાભ થશે.

શુભ કલર – પીળો

શુભ અંક – 5

તુલા (ર , ત) :

ઓફિસ કે બિઝનેસમાં ઉતાવળમાં કોઈપણ પ્રકારની ભૂલ(Aaj Nu Rashifal) ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કોઈ વડીલ કે સાચા મિત્ર તરફથી કરિયર માટે યોગ્ય અને સાચી સલાહ મળી રહેશે.

ભવિષ્યના વિકાસ કે ધાર્મિક કાર્યક્રમ માટે ઘરમાં કોઈ ખાસ આયોજન થઈ શકે છે.

દાંપત્યજીવનમાં મધુરતા વધશે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.

શુભ કલર – ભૂરો

શુભ અંક – 2

વૃશ્ચિક (ન, ય) :

કામકાજ કે બિઝનેસના (Aaj Nu Rashifal)અર્થે સતત પ્રવાસ કરવાથી કાર્યોમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકશે.

કોઈ પણ આર્થિક લેવડ-દેવડ કે મોટો સોદો કરતી વખતે એકદમ સમજદારીપૂર્વક કામ કરવું.

પારિવારિક સુખ અને માનસિક સંતોષના કારણે આજે તમને મનમાં સ્વર્ગની અનુભૂતિ થશે.

સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો, જેનાથી સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્યો થશે.

શુભ કલર – નારંગી

શુભ અંક – 4

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની (Aaj Nu Rashifal) ચર્ચા થશે, એકંદરે આજનો દિવસ ખૂબ જ મંગળકારી રહેશે.

વિદેશમાં કે દૂર રહેતા કોઈ ખાસ પ્રિય પાત્ર કે સંબંધીનો ફોન આવતા મન પ્રફુલ્લિત થઈ જશે.

લાંબા સમયથી અટકેલા કોર્ટ-કચેરી કે સરકારી કામોમાં આજે ધારી સફળતા અને વિજય મળશે.

વડીલો કે ઓફિસના સાથીદારો તરફથી સન્માનરૂપે કોઈ સુંદર ભેટ-સોગાદ મળી શકે છે.

શુભ કલર – જાંબલી

શુભ અંક – 8

મકર (ખ, જ) :

વાણી અને વર્તનમાં નમ્રતા રાખવી, નાની નાની વાતોમાં પોતાના આવેશ અને ગુસ્સાને(Aaj Nu Rashifal) કાબૂમાં રાખવો.

ભૂતકાળમાં કોઈને ઉધાર આપેલા કે અટવાયેલા બાકી રહેલા નાણાં આજે અચાનક પાછા આવશે.

મન પરોપકાર તરફ વળશે, આજે તમારા હાથે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદની નિસ્વાર્થ ભાવે સેવા થશે.

શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે અને નવી ઉર્જા સાથે મનમાં ભારે ઉત્સાહ જોવા મળશે.

શુભ કલર – પીળો

શુભ અંક – 6

કુંભ (ગ, શ, સ, ષ) :

તમારી દિનચર્યા(Aaj Nu Rashifal) અને યોગાભ્યાસના કારણે સ્વાસ્થ્ય અને બાહ્ય દેખાવમાં સુંદર સુધારો થશે.

પરોપકારી અને સામાજિક કાર્યોના લીધે સમાજમાં તમારું માન અને મૂલ્ય ખૂબ વધી જશે.

પરિવાર સાથે બહાર જઈને હોટલમાં કોઈ નવો ટેસ્ટી સ્વાદ માણવા કે જમવા મળવાના યોગ છે.

વ્યાપારિક ક્ષેત્રે ઉત્તમ સમય છે, તમે તમારી તીવ્ર બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં મોટી સફળતા મેળવશો.

શુભ કલર – પોપટી

શુભ અંક – 1

મીન (દ, ચ, ઝ, થ) :-

કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવો, કોઈ પણ વાતનું (Aaj Nu Rashifal) સાચું સત્ય જાણીને જ કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો.

આસપાસના લોકોની કોઈ ખોટી વાત કે ગેરસમજ આજે તમારા ગળે આસાનીથી નહીં ઉતરે.

કામની અતિશય દોડધામમાંથી થોડો સમય કાઢીને શરીર અને સ્નાયુઓને પૂરતો આરામ આપવો.

સિતારા અનુકૂળ છે, વેપાર-ધંધાના ક્ષેત્રમાં નવી ભાગીદારી કે ડીલથી મોટી ઉન્નતિ અને પ્રગતિ થશે.

શુભ કલર – કથ્થાઈ

શુભ અંક – 9


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે મોટી સફળતા, જાણો મંગળવારનું રાશિફળ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે નવી તક, જાણો સોમવારનું રાશિફળ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, જાણો રવિવારનું દૈનિક રાશિફળ