National News/ વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે નવા નિયમો બન્યા આફત, પ્રાઇવેટ પ્રેક્ટિસ પર પણ લાગી બ્રેક

વિદેશથી MBBS કરીને આવેલા રાજસ્થાનના 1000 ડોક્ટર્સ(Doctors) પર નોકરી અને પ્રેક્ટિસ કરવાનો પ્રતિબંધ મુકાઈ ગયો છે. NMC ના 18 March 2026 ના નવા નોટિફિકેશન અને રજીસ્ટ્રેશન વિવાદ વિશે વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

Top Stories NATIONAL India
Doctors

Foreign Medical Graduates Issue 2026: વિદેશથી MBBS Doctorsનો અભ્યાસ કરીને રાજસ્થાન પરત ફરેલા 1,000 જેટલા ડોક્ટર્સના ભવિષ્ય પર મોટું સંકટ આવી પડ્યું છે. રાજસ્થાન મેડિકલ કાઉન્સિલ (RMC) દ્વારા આ ડોક્ટર્સનું પરમેનન્ટ રજીસ્ટ્રેશન અટકાવી દેવામાં આવતા હવે તેઓ ન તો ક્યાંય નોકરી કરી શકે છે, ન તો પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. RMC નું કહેવું છે કે નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ની નવી ગાઇડલાઇનના કારણે આ મૂંઝવણ ઊભી થઈ છે, જે સ્પષ્ટ થયા બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

કેમ ઊભો થયો સમગ્ર વિવાદ? જાણો કારણ

વિદેશથી મેડિકલનો અભ્યાસ કરીને ભારત આવતા વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ (FMG) કહેવામાં આવે છે. આ ડોક્ટર્સના(Doctors) પરમેનન્ટ રજીસ્ટ્રેશનમાં વિલંબ થવાનું મુખ્ય કારણ NMC દ્વારા આ જ વર્ષે 18 March ના રોજ જાહેર કરાયેલું નવું નોટિફિકેશન છે. આ નોટિફિકેશન દ્વારા 6 March ના જૂના આદેશને પાછો ખેંચીને નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓની શંકાઓ દૂર કરવાનો હતો જેમણે કોરોના કાળ અથવા યુદ્ધના કારણે પોતાનો અભ્યાસ ઓનલાઇન માધ્યમથી પૂરો કરવો પડ્યો હતો.

MBBS Doctors

NMC ની નવી ગાઇડલાઇનના 5 મુખ્ય બિંદુઓ:

જો કોઈ વિદ્યાર્થીએ કોરોના દરમિયાન વિદેશી યુનિવર્સિટીમાં ઓનલાઇન ક્લાસ લીધા હોય, તો ભારતમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે તેની ભરપાઈ (Compensate) કરવી પડશે. આ માટે બે રસ્તા છે:

કાં તો વિદ્યાર્થીએ વિદેશી કોલેજમાં જ વધારાના ક્લાસ ભરીને કોર્સનો સમયગાળો વધારવો પડશે અને તેનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

જો વિદેશમાં ફિઝિકલ ક્લાસ શક્ય ન બન્યા હોય, તો ભારતમાં આવીને 1 કે 2 વર્ષની ‘ક્લર્કશિપ’ (ખાસ ટ્રેનિંગ) કરવી પડશે.

ભારતના મેડિકલ કોલેજો FMG વિદ્યાર્થીઓ પાસેથી ક્લર્કશિપ માટે વધુમાં વધુ 5,000 રૂપિયા પ્રતિ માસ જ ફી લઈ શકશે. ટ્રેનિંગ પૂરી થયા બાદ જ્યારે તેઓ 1 વર્ષની ફરજિયાત ઇન્ટર્નશિપ શરૂ કરશે, ત્યારે તેમને ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓની સમકક્ષ જ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

જૂની સરકારી મેડિકલ કોલેજોમાં કુલ માન્ય MBBS (Doctors)સીટોના માત્ર 7.5% ભાગ પર જ વિદેશી વિદ્યાર્થીઓને ક્લર્કશિપ/ઇન્ટર્નશિપ મળી શકશે.

પરમેનન્ટ રજીસ્ટ્રેશન આપવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ મેડિકલ કાઉન્સિલની રહેશે. કાઉન્સિલ વિદ્યાર્થીના પાસપોર્ટમાં નોંધાયેલા એન્ટ્રી-એક્ઝિટના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરશે, જેથી જાણી શકાય કે વિદ્યાર્થી ખરેખર વિદેશ ગયો હતો કે ભારતમાં બેસીને જ ઓનલાઇન ભણ્યો છે.

તમામ FMG વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લીધાની તારીખથી 10 વર્ષની અંદર ઇન્ટર્નશિપ સહિતનો આખો કોર્સ પૂરો કરવો પડશે, તો જ તેમની ડિગ્રી ભારતમાં માન્ય ગણાશે.

પીડિત Doctorsની વ્યથા

ડો. અભિષેક ગોયલ (જયપુર): સપ્ટેમ્બર 2023 માં અભ્યાસ પૂરો કર્યો અને જુલાઈ 2024 માં FMGE ની પરીક્ષા પાસ કરી. કોરોનામાં 6 મહિના ઓનલાઇન ક્લાસ લીધા હતા, પરંતુ બાદમાં વિદેશ જઈને તેને ઓફલાઇનમાં કન્વર્ટ કરી લીધા અને સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું છે. છતાં 3 મહિનાથી રજીસ્ટ્રેશન અટકાવી દેવાયું છે.

ડો. શુભમ ભારદ્વાજ (જયપુર): જોર્જિયાથી 2024 માં MBBS પૂરું કરીને ભારતમાં સવાઈ માધોપુર મેડિકલ કોલેજમાંથી ઇન્ટર્નશિપ પણ કમ્પ્લીટ કરી લીધી છે, પરંતુ હજુ સુધી પરમેનન્ટ રજીસ્ટ્રેશન મળ્યું નથી.

Doctorsનો સવાલ એ છે કે જ્યારે અમે NMC દ્વારા વેરિફાય થયેલી યુનિવર્સિટીમાં ભણ્યા છીએ, એમ્બેસીએ વેરિફિકેશન કર્યું છે અને ભારતમાં આવીને અઘરી ગણાતી FMGE એક્ઝામ પણ પાસ કરી લીધી છે, તો પછી અમારી ડિગ્રી પર શંકા કરીને અમારી સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે?

રાજસ્થાન મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.(Doctors) ગિરધર ગોપાલ ગોયલે જણાવ્યું કે, NMC ના 6 March અને 18 March ના બંને નોટિફિકેશનમાં ક્લેરિટી (સ્પષ્ટતા) નથી. ઓનલાઇન સ્ટડી અને 10 વર્ષની સમયમર્યાદાના નિયમો અંગે અમે દિલ્હી હેડક્વાર્ટર (NMC) પાસે માર્ગદર્શન માંગ્યું છે, જે આવ્યા બાદ પ્રક્રિયા ઝડપી કરાશે.


આ પણ વાંચો : ખાન સરને અરેસ્ટ કરવા પહોંચેલી પોલીસ ફેઈલ, પટનામાં રાતભર હજારો વિદ્યાર્થીઓનો હંગામો

આ પણ વાંચો : ખાન સરના કોચિંગ સેન્ટર પર પથ્થરમારો અને તોડફોડ, પોલીસે ફાયરિંગનો દાવો નકાર્યો, ગાર્ડ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : પટના સિવિલ કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યા ખાન સર, પોલીસ ધરપકડ કરે તે પહેલાં મોટો નિર્ણય