Mumbai News/ સલમાન ખાનના મિત્ર કુમુદ રાણેનું નિધન, ખાન પરિવાર શોકમાં

અંતિમ વિદાય દરમિયાન સલમાન ખાન (Salman Khan)ખૂબ જ ભાવુક દેખાયા હતા

India
સલમાન ખાન(Salman Khan)ના નજીકના મિત્ર અને પરિવારના વિશ્વાસુ સાથી કુમુદ રાણેના નિધનથી સમગ્ર ખાન પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

Mumbai News : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)અને તેમના પરિવાર માટે આ સમય અત્યંત દુઃખદ સાબિત થયો છે. સલમાન ખાન(Salman Khan)ના નજીકના મિત્ર અને પરિવારના વિશ્વાસુ સાથી કુમુદ રાણેના નિધનથી સમગ્ર ખાન પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત પરિવારના અનેક સભ્યો હાજર રહ્યા હતા.

અંતિમ વિદાય દરમિયાન સલમાન ખાન (Salman Khan)ખૂબ જ ભાવુક દેખાયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને તસવીરોમાં તેઓ ગમગીન હાલતમાં જોવા મળ્યા હતા. એક સમયે તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા અને નજીકના વ્યક્તિને ગળે મળી રડી પડ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.

અંતિમ સંસ્કારમાં અરબાઝ ખાન, સોહેલ ખાન, અર્પિતા ખાન શર્મા, હેલન સહિત પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. પરિવારના યુવા સભ્યો અરહાન ખાન, નિર્વાણ ખાન અને અયાન અગ્નિહોત્રી પણ શોકગ્રસ્ત જોવા મળ્યા હતા.

કુમુદ રાણે (Kumud Rane) પરિવારના લાંબા સમયથી નજીકના મિત્ર હોવાનું માનવામાં આવે છે. અંતિમ સંસ્કારમાં ખાન પરિવારની મોટી સંખ્યામાં હાજરી તેમના અને પરિવાર વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

સલમાન ખાનના ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોએ પણ તેમને હિંમત રાખવા માટે સંદેશા પાઠવ્યા છે. ઘણા ફેન્સે લખ્યું કે સલમાન હંમેશા પોતાના નજીકના લોકોની સાથે મજબૂતીથી ઉભા રહે છે અને આ મુશ્કેલ સમયમાં તેઓને શક્તિ મળે તેવી પ્રાર્થના કરી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ‘સિકંદર’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. હવે તેઓ પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’માં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે નજરે પડશે.


આ પણ વાંચો : સલમાન ખાનની લીગલ નોટિસ પ્રોડ્યુસરે કેમેરા સામે ફાડી, સપોર્ટમાં આવી એક્સ-ગર્લફ્રેન્ડ

આ પણ વાંચો : સલમાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થતા ચાહકો ચિંતિત, થોડા સમય બાદ ફરી થયું એક્ટિવ

આ પણ વાંચો : સલમાન ખાન પાપારાઝી પર ભડક્યા, હોસ્પિટલ બહાર ફોટોગ્રાફરોને આપી કડક ચેતવણી