Delhi News : દિલ્હીના IGI એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગે બેંગકોકથી આવી રહેલા છ મુસાફરો પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જેમાં કસ્ટમના અધિકારીઓએ ચાર બેગની તપાસ કરી હતી.
તપાસમાં 24 પોલીથીન બેગમાંથી ગાંજાનો આ જથ્થો મળી આવ્યો હતો. જેમાં કસ્ટમ વિભાગે 28.06 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. આ ગાંજાની કિંમત 48 કરોડ હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ શખ્સો કોને ગાંજાનો જથ્થો આપવાના હતા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

