Lifestyle/ ઓસ્ટ્રેલિયાનું એલર્ટ…ઓઝેમ્પિક, મૌન્ઝારો જેવી વેટ લોસ મેડિસીન લેનારા આત્મહત્યાના રસ્તે…કથળે છે માનસિક સ્વાસ્થ્ય..!

ઓસ્ટ્રેલિયાની TGA દ્વારા ઓઝેમ્પિક અને મૌન્ઝારો જેવી વેટ લોસ મેડિસીન અંગે હૅલ્થ એલર્ટ જાહેર કરાયું છે…આ દવાઓથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે…

Health & Fitness Trending Lifestyle
ઓસ્ટ્રેલિયા, હૅલ્થ, એલર્ટ

Lifestyle: ઓસ્ટ્રેલિયા (Australia)ની TGA દ્વારા ઓઝેમ્પિક અને મૌન્ઝારો જેવી વેટ લોસ મેડિસીન અંગે એલર્ટ (Weight Loss Medicine Alert) જારી કર્યું છે! રિપોર્ટસ મુજબ, કેટલાય લોકો આ દવાઓ લીધા પછી ડિપ્રેશન, મૂડ સ્વિંગ અને આત્મહત્યા જેવા વિચારો પણ આવે છે! નિષ્ણાતોની સલાહ છે કે, આવી દવાઓ લેનારા દર્દીઓ પોતાના માનસિક સ્વાસ્થ્ય (Mental Health)ની અવશ્ય સંભાળ રાખે!

આજ કાલ સ્થૂળતા (Obesity) ઓછી કરનારી દવાઓની ખપત વધી ગયેલી જણાય છે અને એના વપરાશનો ટ્રેન્ડ (Trend) દિન-પ્રતિદિન વધી રહ્યો છે! ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા, સ્થૂળતા ઓછી કરવા અને ફિટ દેખાવા માટે ઓઝેમ્પિક (Ozempic), મૌન્જારો (Mounjaro), વેગોવી (Wegovy), સક્સેન્ડા (Saxenda) અને ટ્રુલિસિટી (Trulicity) જેવી વજન ઘટાડતી દવાઓના ઇન્જેક્શન (Injection) લઇ રહ્યાં છે. પરંતુ, શું ફિટ દેખાવામાં તમારી સહાયક કરનારી આ મેડીસીન શું વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે ખરી? ક્યાંક એ તમને અનફિટ તો નથી કરી રહી ને?

ઓસ્ટ્રેલિયાની માનસિક સ્વાસ્થ્ય વિષયક વોર્નિંગ

ઓસ્ટ્રેલિયાની દવા નિયામક સંસ્થા TGA એ આ લોકપ્રિય વેટ લોસ મેડીસીન વિશે મોટી ચેતવણી આપવા સાથે, એનો વપરાશ કરતા લાખો લોકોને એલર્ટ કર્યા છે! આ ચેતવણીના પરિણામે ઓઝેમ્પિક, મૌન્જારો, વેગોવી, સક્સેન્ડા અને ટ્રુલિસિટી જેવી વજન ઘટાડતી દવાઓ કે જેને, લોકો ઝડપથી વજન ઘટાડનારી ‘જાદુઈ છડી’ સમજી રહ્યાં છે એના પર પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે!

TGA દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કેટલાક લોકોમાં આ દવાઓના વપરાશ બાદ, માનસિક સ્વાસ્થ્ય પર અસર થયેલી જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, કેટલાક યુઝર્સમાં ઉદાસીનતા, અચાનક મૂડ બદલાવો, બેચેની અને સૌથી ગંભીર લક્ષણ તો આત્મહત્યા જેવા ખતરનાક વિચારો આવવાની સમસ્યા (Mood Swings, Depression, Suicidal Tendency) થતી જોવા મળી છે!

જો કે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે, આવી હૅલ્થ સમસ્યાઓ માટે આ દવાઓ જ કારણભૂત છે પણ વિશેષજ્ઞોના મતે, “જ્યારે મામલો માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર વિષય અંગેનો હોય ત્યારે થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે! આથી જો કોઈ પણ વ્યક્તિ આ દવાઓનો વપરાશ કરી રહી હોય તો એણે પોતાના મૂડ અને લાગણીઓમાં થતા પરિવર્તનોની નોંધ લેવી જોઇએ અને જરુર પડે તો સત્વરે ડૉક્ટર સાથે વાત કરવી જોઇએ!”

ઓસ્ટ્રેલિયા, હૅલ્થ, એલર્ટ

માનસિક સ્વાસ્થ્ય પર એલર્ટ કેમ?

TGAના જણાવ્યા અનુસાર, GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ નામના ડ્રગ (Drug)નો ઉપયોગ કરનારા કેટલાયે લોકોએ ડિપ્રેશન, ગુસ્સો, બેચેની કે પછી આત્મહત્યાના વિચારો આવવાની ફરિયાદ કરી છે. આ કારણે ડૉક્ટર્સને એવી સલાહ આપવામાં આવી છે કે, દવા શરુ કરતા પહેલા કે પછી એનો ડોઝ વધારતા અગાઉ, દર્દીના મૂડ અને માનસિક સ્થિતિ પર ચાંપતી નજર રાખે! એક આંતરરાષ્ટ્રીય સ્ટડીમાં એવો નિષ્કર્ષ જાણવા મળ્યો છે કે, આ દવાઓનો વપરાશ કરનારા લોકોમાં આત્મઘાતી વિચારો અપેક્ષાકૃત વધુ જોવા મળ્યા હતા! TGA દ્વારા પોતાના રેકોર્ડમાં સપ્ટેમ્બર સુધીના 72 કિસ્સાઓમાં આત્મહત્યા જેવા વિચારો, 6 કેસમાં ડિપ્રેશન સંબંધી આત્મહત્યા, 4 કિસ્સામાં આત્મહત્યાનો પ્રયાસ તથા 2 કેસમાં આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા, હૅલ્થ, એલર્ટ

કેવા લોકોને સૌથી વધુ જોખમ?

‘રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ’ના અધ્યક્ષ અને વેટ મેનેજમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. ટેરી લિન સાઉથ (Dr. Terry Lynn South) જણાવે છે કે, જે લોકોમાં અગાઉથી જ ડિપ્રેશન કે એંગ્ઝાઇટી હોય એમને આ દવાઓનો વપરાશ વધારે પ્રભાવિત કરી શકે છે. એમણે એમ પણ જણાવ્યું છે કે, ઝડપથી વજન ઘટવું એ પણ ઘણી વાર માનસિક તણાવમાં વૃદ્ધિ કરી શકે છે અને અનેક દર્દીઓમાં આ કારણ જોવા મળ્યું છે.

મૌન્જારો અને ગર્ભનિરોધક ગોળીઓ વિશે વિશેષ ચેતવણી

TGA દ્વારા મૌન્જારો અંગે એક અલગ વિશેષ ચેતવણી પણ જારી કરી છે! સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, આ દવા શરીરની પાચન પ્રક્રિયા (Digestion Process)ને ધીમી પાડે છે અને એનાથી ગર્ભનિરોધક ગોળીઓ (Birth control pills)ની અસર ઓછી થઇ શકે છે કારણ કે, એ શરીરમાં પૂર્ણ રીતે અવશોષિત (Absorb) થઇ શકતી નથી! આથી જ એવી સલાહ આપવામાં આવી છે કે, મૌન્જારો મેડીસીન શરુ કરવાના 4 અઠવાડિયા સુધી અને ડોઝ વધાર્યા બાદ 4 અઠવાડિયા સુધી મહિલાઓ નોન-ઓરલ ગર્ભનિરોધક અપનાવે અથવા તો પછી કોન્ડોમ (Condom) જેવી બેરિયર મેથડને અપનાવે! આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ શ્રેણીની કોઇ પણ દવાનો વપરાશ ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન ન કરવો જોઇએ.

હૅલ્થ એક્સપર્ટ્સના મતે, આ દવાઓના પ્રારંભિક ટ્રાયલમાં ફક્ત સીમિત લોકો સમાવિષ્ટ હોય છે, આથી જ્યારે લાખો લોકો આ દવાનો ઉપયોગ કરવા લાગે છે ત્યારે એની ઘણી ખરી આડઅસરો (Side Effects)ની ખબર પાછળથી પડે છે! TGA જણાવે છે કે, આ ચેતવણી સામાન્ય ઓબ્ઝર્વેશનના ભાગરુપે છે જેથી લોકો સમયસર જોખમ અંગે જાણી શકે અને સુરક્ષિત રહી શકે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં હદથી વધારે સીંગદાણા ન ખાશો…કિડની લિવરની હૅલ્થ પર આડ અસરો થઇ શકે છે..!

આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!