Not Set/ કોંગ્રેસના નવાં પ્રદેશ માળખામાં ચાર કાર્યકારી પ્રમુખ સહીત ૨૦૦ સભ્યો હશે

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનના માળખાની રચના આગામી સપ્તાહ સુધીમાં કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે  આ નવાં પ્રદેશ માળખામાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણુક કરવામાં આવશે. આ ઉપરાંત ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહીત ૨૦૦ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ૨૦૧૯માં યોજાનાર છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others India Trending Politics
There will be 200 members, including four working president in Congress's new State Body

અમદાવાદ,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનના માળખાની રચના આગામી સપ્તાહ સુધીમાં કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે  આ નવાં પ્રદેશ માળખામાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણુક કરવામાં આવશે. આ ઉપરાંત ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહીત ૨૦૦ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ૨૦૧૯માં યોજાનાર છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પક્ષના પ્રદેશમાળખાની રચના કરવામાં આવનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે અમિત ચાવડાની નિમણુક કરવામાં આવ્યાને અંદાજે આજે છ મહિના થવા આવ્યા છે. રાહુલ ગાંધીની નિમણુક થયાને આજે છ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું રચવામાં આવ્યું નથી.

There will be 200 members, including four working president in Congress's new State Body
mantavyanews.com

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું રચવાની હિલચાલ વધુ તેજ બની છે. આ દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બે દિવસ અગાઉ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને આવ્યા છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવાં માળખાને રાહુલ ગાંધી દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, જેમનું પર્ફોમન્સ હશે તેવા લોકોને જ સંગઠનમાં સ્થાન આપવા આવશે. સાથોસાથ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નવું માળખું રચવાની સૂચના આપવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસનું નવું માળખું સંભવતઃ આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ માળખામાં ચાર કાર્યકારી પ્રમુખ સહીત અંદાજે ૨૦૦ જેટલા આગેવાનોને હોદ્દાઓ આપવામાં આવે તેવી સંભાવના છે.

કેટલા સભ્યો હશે? 

There will be 200 members, including four working president in Congress's new State Body
mantavyanews.com

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જૂના માળખામાં ચાર કાર્યકારી પ્રમુખ, 18 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 1 ખજાનચી, 104 મંત્રી, 6 મંત્રી પ્રોટોકોલ, 11 પ્રવક્તાનો સમાવેશ થતો હતો. જયારે આગામી નવાં માળખામાં પણ ચાર કાર્યકારી પ્રમુખ, 20 ઉપપ્રમુખ, 25 જેટલા મહામંત્રીઓ, એક ખજાનચી, ૧૩૦ જેટલા મંત્રીઓ, 10 જેટલા મંત્રી (પ્રોટોકોલ) અને એક ડઝન જેટલા પ્રવક્તાનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

કોણ હશે સંભવિત કાર્યકારી પ્રમુખ

There will be 200 members, including four working president in Congress's new State Body
mantavyanews.com

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવાં માળખામાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણુક કરવામાં આવી શકે છે. આ નિમણુકને રાજ્યની વસ્તી, વિસ્તાર અને જ્ઞાતિ, જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી શક્યતા છે. આ ચાર કાર્યકારી પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ડૉ. કરશનદાસ સોનેરી, નરેશ રાવલ અને સોમાભાઈ જી. કોળી પટેલનો સમાવેશ થઈ શકે છે.