મુંબઇ
આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી‘ ના ડારેક્ટર અમર કૌશિકે ફિલ્મના શૂટીંગના અનુભવો શેર કરતા રુંવાટા ઉભા કરી દે તેવી એક સ્ટોરી જણાવી છે.નિર્દેશક અમર કૌશિકે જણાવ્યું હતું કે,શૂટિંગ વખતે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને ઘણા વિચિત્ર અનુભવોનો સામનો કરવો પડ્યો હતો.
અમર કૌશિકના કહેવા પ્રમાણે રાત્રે શૂટિંગ દરમિયાન મધ્યપ્રદેશના નાના નગર ચંદેરી ગામ પાસે શૂટિંગ સમયે સ્થાનિક લોકોએ ટીમને ચેતવણી આપી હતી કે તેઓ આ રોડ પર રાત્રીના સમયે શુટિંગ ન કરે. પરંતુ ટીમે તેમની એક પણ વાતને સાંભળી ન હતી અને રાત્રે શૂટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.જો કે ગામ લોકોની વાતને અવગણવાનું શૂટિંગ ટીમને ભારે પડ્યું હતું.
અમર કૌશિકના કહેવા પ્રમાણે શૂટ દરમિયાન અચાનક અનેક વિચિત્ર ઘટનાઓ થઇ હતી.જેમકે કેમેરાનું ફોકસ સરખી રીતે કામ નહોતું કરતું.શૂટિંગ દરમિયાન વીજળી પણ આવતી-જતી હતી, જેના કારણે તેના બલ્બમાં પણ સમસ્યા થવાનું શરૂ થયું હતું.
કૌશિકે વધુમાં કહ્યું હતું કે શૂટિંગના એક દિવસ પહેલાં કેટલાક સ્થાનિક લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે અમે જે રસ્તા પર શૂટિંગ કરી રહ્યા છીએ તે હોન્ટેડે છે અને ત્યાં કોઈ જ નથી જતું. ગ્રામવાસીઓના ઇન્કાર કર્યા પછી પણ ફિલ્મ મેકર્સે તેને ધ્યાનમાં લીધા વિના ફિલ્મ શૂટ કરવાનું નક્કી કર્યું.
સ્ત્રીમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે
સ્ત્રીનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં જોવા મળે છે કે ગામના ઘરોની દિવાલ પર લખેલું છે કે ઓ સ્ત્રી કલ આના..
છેલ્લે મહિલાના પગ બતાવવામાં આવે છે. ફિલ્મની ટેગ લાઇન છે કે ‘હવે દરેક મર્દને પીડા થશે…’ આ બતાવે છે કે ફિલ્મમાં સ્ત્રીઓની પુરુષો સામે દુશ્મનાવટ બતાવવામાં આવ્યું છે.‘સ્ત્રી‘નું નિર્દેશન અમર કૌશિક કરી રહ્યા છે. તે ખરેખર વાસ્તવિક વાર્તા પર આધરિત છે.
જુઓ વીડીયો..
