Uttar Pradesh News:/ ભિખારીની બેગમાંથી મળ્યા હજારો રૂપિયા! મથુરા રેલ્વે જંક્શનથી મૃત હાલતમાં મળ્યો

જંક્શન પર કામ કરતા સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે, આ વ્યક્તિ દરરોજ મુસાફરો પાસેથી પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ સોમવારે તેનું અચાનક મૃત્યુ થયું. આ ભિખારી પાસેથી ઘણી નોટો મળી આવી છે.

Trending India

Uttar Pradesh News: મથુરા રેલ્વે જંક્શન પ્લેટફોર્મ નંબર 8 પર ગઈકાલે મૃત હાલતમાં મળેલા એક ભિખારી (Begger) પાસેથી 91 હજાર રૂપિયા મળી આવ્યા હતા. GRP એ મૃતદેહને શબઘરમાં રાખ્યો છે. ઉપરાંત, મૃતદેહની ઓળખ માટે નજીકના જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં ફોટા મોકલવામાં આવ્યા છે.

જંક્શન પર કામ કરતા સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે, આ વ્યક્તિ દરરોજ મુસાફરો પાસેથી પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ સોમવારે તેનું અચાનક મૃત્યુ થયું. આ ભિખારી પાસેથી ઘણી નોટો મળી આવી છે. જ્યારે સબ-ઇન્સ્પેક્ટર શિવપાલ સિંહે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના સામાનની તપાસ કરી ત્યારે બધા દંગ રહી ગયા. સામાનમાંથી મળેલી એક જૂની બેગમાં નોટો અને સિક્કાના બંડલ મળી આવ્યા હતા, જેને GRP કોન્સ્ટેબલોએ ગણ્યા ત્યારે તેની કિંમત 91070 હજાર રૂપિયા થયા હતા.

રેલ્વે પ્લેટફોર્મ પર કામ કરતા લોકોએ જણાવ્યું કે, 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર રહીને મુસાફરો પાસેથી ભીખ માંગી રહ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, 91,070 રૂપિયા ઉપરાંત, મૃતકના બેગમાંથી પંજાબ નેશનલ બેંક ઓફ વૃંદાવનની ઉપાડ સ્લિપ પણ મળી આવી હતી. સ્લિપ પર ફક્ત એકાઉન્ટ નંબર અને હરિદાસ દેવનાથનું નામ અંગ્રેજીમાં લખેલું હતું. આ ઉપરાંત, એક કીપેડ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો, જેમાંથી સિમ કાર્ડ ગાયબ હતું.

તેમણે કહ્યું કે ઉપાડ સ્લિપના આધારે, જ્યારે વૃંદાવનની પંજાબ નેશનલ બેંકમાંથી મૃતકનું સરનામું પૂછવામાં આવ્યું, ત્યારે ખાતા પર લખેલું સરનામું પાણીઘાટ દુર્ગાનગર હતું. કોન્સ્ટેબલ પાણીઘાટ પહોંચ્યો અને મૃતકનો ફોટો બતાવીને લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. GRP સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર યાદ રામ સિંહે જણાવ્યું કે લાશની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાળકો વૃદ્ધાવસ્થામાં પણ તમારૂ સન્માન કરશે, આજથી છોડો આ ખરાબ આદતો

આ પણ વાંચો:શું માતાપિતાના ઝઘડાના કારણે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે? સત્ય જાણવું જરૂરી

આ પણ વાંચો:તમારા પિતા સાથેના સંબંધો પાર્ટનરની પસંદગીમાં પાયારૂપ નીવડે છે!?