Not Set/ એક જ વર્ષમાં રદ્દ ટિકિટોથી Indian Railway ને ૧૩.૯૪ અબજ રૂપિયાની કમાણી થઈ

ઈન્દોર: Indian Railway ને યાત્રી ટિકિટોના વેચાણ સાથે તેમની રદ્દ થનાર ટિકિટથી પણ મોટી કમાણી થઈ રહી છે તેવી માહિતી આરટીઆઈ અંતર્ગત જાણવા મળ્યું છે. સૂચના મેળવવાના અધિકાર (આરટીઆઈ) દ્વારા જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં મુસાફરો દ્વારા પોતાની ટિકિટ રદ્દ કરવાના કારણે Indian રેલવેના ખાતામાં લગભગ ૧૩.૯૪ અબજ રૂપિયા જમા થયા છે. મધ્યપ્રદેશના […]

Top Stories India Trending Business
Indian Railways earned 13.94 billion rupees in Canceled ticket in a single year

ઈન્દોર: Indian Railway ને યાત્રી ટિકિટોના વેચાણ સાથે તેમની રદ્દ થનાર ટિકિટથી પણ મોટી કમાણી થઈ રહી છે તેવી માહિતી આરટીઆઈ અંતર્ગત જાણવા મળ્યું છે. સૂચના મેળવવાના અધિકાર (આરટીઆઈ) દ્વારા જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં મુસાફરો દ્વારા પોતાની ટિકિટ રદ્દ કરવાના કારણે Indian રેલવેના ખાતામાં લગભગ ૧૩.૯૪ અબજ રૂપિયા જમા થયા છે.

મધ્યપ્રદેશના નીમચ નિવાસી સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડએ જણાવ્યું હતું કે, તેમને રેલવે મંત્રાલયના રેલવે સૂચના સિસ્ટમ કેન્દ્ર (સીઆરઆઈએસ)ના એક અધિકારી દ્વારા આરટીઆઈ હેઠળ આ જાણકારી આપવામાં આવી છે.

આરટીઆઈ હેઠળ આપેલા જવાબમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, પાછલા વર્ષે નાણાકીય વર્ષ દરમિયાન ચાર્ટ બન્યા પછી પણ વેઈટીંગ લિસ્ટમાં રહી ગયેલા ટિકિટોને રદ્દ કરવા પરના ચાર્જથી રેલવે તંત્રને ૮૮.૫૫ કરોડ રૂપિયા કમાણી થઈ હતી.

આરટીઆઈ અંતર્ગત અરજી કરનાર ચંદ્રશેખર ગૌડે જણાવ્યું હતું કે, તેમણે આરટીઆઈ હેઠળ ગત નવ એપ્રિલે સીઆરઆઈએસને અરજી મોકલીને રેલવેથી વિભિન્ન આવકની જાણકારીની માંગણી કરી હતી. પરંતુ આ આવેદન પર તેમને બે મેના દિવસે તેમને માત્ર એક વર્ષમાં રદ્દ થયેલી ટિકિટમાંથી કેટલી આવક થઈ તેની જાણકારી આપવામાં આવી હતી. આમ અનરિઝર્વ ટિકિટ કેન્સલ સહિત ભારતીય રેલવેને કુલ ૧૭.૧૪ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી.