ન્યૂયોર્ક,
અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા ૭૩મું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે શનિવારે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાનું સંબોધન આપવાના છે. આ દરમિયાન તેઓ વધુ એકવાર પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન પર વર્ષી શકે છે.
શનિવારે UNની મહાસભામાં ભારત અને પાકિસ્તાન બંનેનું સંબોધન થવાનું છે. અમેરિકાના સમય મુજબ, સવારના સત્રમાં બંને પાડોશી દેશોનું સંબોધાન યોજાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વધુ એકવાર બોર્ડર પાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈ નિશાન સાધી શકે છે.
આ પહેલા દક્ષિણ એશિયાઈ ક્ષેત્રિય સહયોગ સંગઠનમાં મળેલી વિદેશ મંત્રીઓની બેઠકમાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાન પર નિશાન સાધવાના સંકેત પણ આપ્યા હતા. અ બેઠકમાં વિદેશ મંત્રીએ આતંકવાદને લઈ પરોક્ષ રૂપથી હુમલો બોલ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, “સંયુક્ત રાષ્ટ્રના ૭૨માં સત્ર દરમિયાન પણ સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં આતંકવાદને લઈ પાકિસ્તાન પર ખુલ્લા શબ્દોમાં ટીકા કરી હતી”.
આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, “અમે ભારતમાં IIT, IIM, AIIMS બનાવ્યા છે, પરંતુ પાડોશી દુશ્મન દેશે શું બનાવ્યું છે ? તમે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હક્કાની નેટવર્કને બનાવ્યું છે.
ભારત દ્વારા પાક.નો વિદેશ સ્તરની મુલાકાત કરાઈ રદ્દ
મહત્વનું છે કે, કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા ભારત સાથે વાતચીત કરવા માટે એક ગુહાર લગાવવામાં આવી હતી. ત્યારબાદ બંને દેશોના વિદેશ મંત્રીઓની ન્યૂયોર્કઅ બેઠક મંજૂર પણ થઇ હતી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલી ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા બાદ આ મુલાકાત રદ્દ કરવામાં આવી હતી.
