- બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપ
- પાલનપુરમાં અનુભવાયો ભૂકંપ
- 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
- સવારે 3.46 મિનિટે અનુભવાયો ભૂકંપ
- પાલનપુરથી 61 કીમિ દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
ગુજરાતની ધરા ફરી એકવાર ભૂકંપથી ધણધણી ઉઠી છે. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા હતા. હવે રાજ્યનાં સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અને પાલનપુરમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા છે.
આ પણ વાંચો – રાજીનામું / કોંગ્રેસને મોટો ઝટકો અત્યાર સુધી 20 નેતાઓએ આપ્યું રાજીનમું ,ગુલામનબી આઝાદના સમર્થક
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અને પાલનપુરમાં આજે સવારે 3.46 મિનિટે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનાં આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જાેકે, કોઈ નુક્સાનીનાં સમાચાર હોવાના કોઇ અહેવાલ નથી. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર પાલનપુરથી 61 કિલોમીટર દૂર હોવાના અહેવાલ મળી આવ્યા છે. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ફફડી ઉઠ્યા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જાેકે, ભૂકંપને પગલે કોઈ નુકસાનીનાં અહેવાલ નથી.
આ પણ વાંચો – Cricket / ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કોઇ બેટ્સમેન ટોપ-5 માં નથી, ખરાબ પ્રદર્શનનું મળ્યું પરિણામ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં ભૂકંપનાં પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપનાં ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતા હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે. ત્યારબાદ ભૂકંપ ઝોન-4 માં સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન-3 માં બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે. જિલ્લામાં નોંધાતા ધરતીકંપનાં આંચકા અંગેની માહિતી ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર ખાતેથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ આવે તે બાદ તેના આફ્ટર શોક નોંધાતા હોય છે. જેની તીવ્રતા ઓછી હોય છે.
