Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ કંગના રનૌતનું ટ્વિટર અકાઉંટ સસ્પેંડ, સોશિયલ મીડિયાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ટ્વિટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે

May 4, 2021May 4, 2021Maya Sindhav
Top Stories Entertainment

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ટ્વિટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના કારણે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં રિપોર્ટ થયેલા વિવાદાસ્પદ ટ્વીટ્સ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંગનાએ તાજેતરમાં તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાનો લોગો પ્રકાશિત કર્યો હતો. તે ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે. વખતોવખત તે ટ્વિટર પર પોતાનો અભિપ્રાય શેર કરતી રહે છે.

આ પણ વાંચો : 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ અભિનેત્રીએ અનેક ટ્વીટ્સ કર્યા હતા અને જોરદાર પ્રતિક્રિયાઓ પણ મળી હતી.

આ પણ વાંચો : સેક્સ રેકેટમાં પકડાઇ ચુકી છે આ અભિનેત્રીઓ, દેહવ્યાપારે કર્યુ કેરિયર ખરાબ-Photos

પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગના રનૌતે ટવિટ કર્યું હતું. ટવિટમાં લખ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં બંગાળી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, અહીં હિન્દુની બહુમતી નથી અને ડેટા અનુસાર બંગાળી મુસ્લિમ બેહદ ગરીબ અને વંચિત છે, સારૂં છે બીજું કાશ્મીર બનવા જઇ રહ્યું છે’.

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જોકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે.

ટ્વિટર પર શૅર કરવામાં આવેલા છેલ્લાં વીડિયોમાં કંગના રડતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું, ‘મિત્રો, આપણે બધા જોઈ રહ્યાં છીએ કે બંગાળથી સૌથી ડિસ્ટર્બ કરનારા સમાચાર આવી રહ્યાં છે. વીડિયો તથા ફોટોઝ આવે છે. લોકોની હત્યા થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે. ઘરોને સળગાવવામાં આવી રહ્યાં છે અને એક પણ લિબરલ કંઈ બોલતા નથા.’ કંગનાએ દાવો કર્યો હતો કે કોઈ પણ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ આને કવર કરતું નથી. તેણે કહ્યું હતું, ‘ખબર નથી પડતી કે તેમની ભારત માટે શુ કોન્સપિરેસી છે? તે આપણી સાથે શું કરવા માગે છે. હિંદુ એટલા સસ્તા છે કે કોઈ પણ બહુ જ મોટી કોન્સપિરેસીનો આપણે શિકાર થઈ જઈએ.’

આ પણ વાંચો : હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

Post navigation

રાજ્યમાં મીની લોકડાઉન પાર્ટ- 2 બનશે અમલી ?, સાંજે કોરકમિટીની બેઠકમાં નિર્ણય : જૂનાગઢમાં CM રૂપાણીએ કરી જાહેરાત
IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

More Posts

પેપર

પેપર લીક કાંડ/ આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

January 29, 2023January 29, 2023Maya Sindhav

Not Set/ બનાસકાંઠામાં ST કર્મીઓની હડતાળ: વિદ્યાર્થીઓ અટવાયા, પેપર બગડતાં વ્યવસ્થા ઉભી કરવાની માંગ

February 21, 2019February 21, 2019Nirmal Acharya
કેળા અને બેબીકોર્ન

એક્સપોર્ટ/ ભારતીય ખેડૂતો કેનેડામાં કેળા અને બેબીકોર્ન એક્સપોર્ટ કરવા માટે થઇ જાઓ તૈયાર

April 10, 2022Keyuri Atri
ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાતથી ખુશ થઇ જયંત સિંહે કહી આ વાત....

Jayant Chaudhary/ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાતથી ખુશ થઇ જયંત સિંહે કહી આ વાત….

February 9, 2024February 9, 2024khusbu pandya

સાબરકાંઠા/ તલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું

March 17, 2024Komal Patel

Ahmedabad News/ ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને પડ્યો ભારે

December 13, 2024Heena Dave

Botad News/ બેંગલુરુના અતુલ સુભાષની જેમ ગુજરાતના સુરેશે પણ પત્ની ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો

January 5, 2025Nikunj Patel
ફોરેસ્ટ કર્મી

Kutch News/ ભચાઉમાં ફોરેસ્ટ કર્મી પર જીવલેણ હુમલો, ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ

December 12, 2025December 12, 2025Panara Mansi

Devbhumi Dwarka/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ

February 25, 2024February 25, 2024Komal Patel

Not Set/ અયોધ્યા કેસની સુનાવણી ફરી એક વખત સ્થગિત થઈ, જાણો કેમ ?

January 27, 2019January 27, 2019parth amin
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy