કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોને લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ અમર ઉજાલા.કોમના સમાચાર ટ્વીટ કરીને સરકારને ઘેરી લીધી છે.પીએમ મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ ખોટા રેકોર્ડ તોડવા માટે માત્ર એક જ માણસ જવાબદાર છે.
रिकॉर्ड तोड़ महंगाई के लिए पेट्रोल के दाम ज़िम्मेदार हैं।
रिकॉर्ड तोड़ पेट्रोल दामों के लिए केंद्र सरकार ज़िम्मेदार है।
सारे ग़लत रिकॉर्ड तोड़ने के लिए एक व्यक्ति ज़िम्मेदार है। #PetrolPrice pic.twitter.com/75mpmvEYtd
— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2021
રાહુલે લખ્યું-પેટ્રોલની કિંમતમાં વધારો રેકોર્ડબ્રેક મોંઘવારીનું કારણ છે. તેલના ભાવમાં વધારા માટે સરકાર જવાબદાર છે. બધા જ ખોટા રેકોર્ડ તોડવા માટે માત્ર એક જ માણસ જવાબદાર છે.રાહુલે પોતાના ટ્વિટમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી અને ડીઝલની કિંમત 90 રૂપિયાને પાર કરવાનો ઉલ્લેખ કર્યો છે.
આ સાથે જ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ આ અંગે કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે વધતી મોંઘવારી માટે સરકાર જવાબદાર છે. મોદી સરકારના કારણે જ સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે.સુરજેવાલાએ ટ્વિટર પર કહ્યું, “મોદી સરકારની રચના થઈ ત્યારથી તેલની કિંમતો વધી રહી છે. મોદી સરકારે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.
