રણનીતિ/ ભાજપનું ‘મિશન 60’, યુપી-બિહાર-બંગાળ અને કેરળમાં મુસ્લિમોનો વિશ્વાસ જીતવા માટે પ્લાન તૈયાર

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મુસ્લિમ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજથી સુફી સંવાદ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે

Top Stories India

BJP’s ‘Mission 60’ : આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મુસ્લિમ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજથી સુફી સંવાદ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે, બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં, પાર્ટીએ 150 બિન-રાજકીય લોકોની એક ટીમ બનાવી છે, ખાસ કરીને વ્યાવસાયિકો, જેઓ મુસ્લિમો માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરશે. એક વર્ષ સુધી દેશભરમાં સરકારની યોજનાની માહિતી આપવામાં આવશે.

આ આઉટરીચ પ્રોગ્રામ દેશની  (BJP’s ‘Mission 60’)લગભગ 60 સીટોને લક્ષ્યાંક બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ લઘુમતી મોરચા દ્વારા સંચાલિત સુફી સંવાદ મહા અભિયાન સમગ્ર દેશમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ચલાવવામાં આવશે. જ્યાં મુસ્લિમોની વસ્તી 20 ટકાથી વધુ હશે તે વિસ્તારોમાં સૂફી સંવાદ કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં સઘન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.અલ્પસંખ્યક મોરચા દ્વારા યુપીના સહારનપુર, મેરઠ, રામપુર, આઝમગઢ અને બિહારના કિશનગંજ, અરરિયા, કટિહાર જેવા મુસ્લિમ પ્રભુત્વવાળા લોકસભા ક્ષેત્રોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે બંગાળ અને કેરળમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીની તેલંગાણા વર્કિંગ કમિટીમાં (BJP’s ‘Mission 60’) લઘુમતી સમુદાય સુધી પોતાની પહોંચ સ્થાપિત કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે પાર્ટીના નેતાઓને આવો સંવાદ કાર્યક્રમ સ્થાપિત કરવા વિનંતી કરી હતી.હકીકતમાં, ભાજપ 2019 અને 2014ની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓની તુલનામાં આગામી લોકસભા ચૂંટણીમાં લઘુમતીઓનો વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે મોદી સરકાર દ્વારા લઘુમતી સમુદાય માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો સામાન્ય લોકો સુધી પહોંચે અને તેમના પક્ષમાં વાતાવરણ સર્જાય.

Cricket/એશિયા કપ પાકિસ્તાન કે શ્રીલંકામાં યોજવો જોઈએ, પૂર્વ પાકિસ્તાની દિગ્ગજનું નિવેદન

Maharashtra/ પાંચ હજાર ખેડૂતોની 203 કિ.મીની પદયાત્રા, કેમ રસ્તા પર આવ્યા રાજ્યના ‘અન્નદાતા’

Uddhav Vs Shinde/ સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, જો શિંદે કેમ્પના ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરેના કોંગ્રેસ-એનસીપી સાથેના ગઠબંધન સામે

SCO Meeting/ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ આવશે ભારત? SCO મીટિંગ માટે મોકલવામાં આવ્યું આમંત્રણ

Maharasthra/ મહાવિકાસ અઘાડીની બેઠક, 10થી વધુ મોટી સભાઓ યોજવાનું આયોજન, 2024ની લોકસભા ચૂંટણી પર નજર

Oscar Award 2023/ કેમ વધી રહ્યો છે એશિયા તરફ ઝુકાવ, એશિયા માટે આ હાની કે નુકશાન?