Not Set/ ભૂજ: ભાજપે બનાવેલ હોસ્ટેલનું દાદાગીરીથી ઉદ્દઘાટન કરતી કોંગ્રેસ, કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે સમરસ હોસ્ટેલ

ભૂજ, ભૂજમાં કચ્છ યુનિવર્સીટીમાં કોંગ્રેસની દાદાગીરી સામે આવી છે. યુનિવર્સિટીનાં પરિસરમં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સમરસ હોસ્ટેલનું જિલ્લા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ભેગા મળી ઉદ્દઘાટન કરી નાંખ્યુ છે. ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરેલ બોયઝ અને ગર્લ્સ સમરસ હોસ્ટેલ છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ હતી. પરંતુ કોઈ કારણસર તેનું ઉદ્ઘાટન થઈ શક્યુ ન […]

Top Stories Gujarat

ભૂજ,

ભૂજમાં કચ્છ યુનિવર્સીટીમાં કોંગ્રેસની દાદાગીરી સામે આવી છે. યુનિવર્સિટીનાં પરિસરમં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સમરસ હોસ્ટેલનું જિલ્લા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ભેગા મળી ઉદ્દઘાટન કરી નાંખ્યુ છે.

ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરેલ બોયઝ અને ગર્લ્સ સમરસ હોસ્ટેલ છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ હતી. પરંતુ કોઈ કારણસર તેનું ઉદ્ઘાટન થઈ શક્યુ ન હતું. પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કરતાં જાતે જ લોકાર્પણ કરી નાંખ્યુ હતું.

યુથ કોંગ્રેસના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વરિષ્ઠ નેતા આદમ ચાકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ રિબિન કાપી હોસ્ટેલનું ઉદઘાટન કર્યું હતું.

આપને જણાવી દઈએ કે,ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સો -દોઢસો કિલોમીટર દૂર અબડાસા,લખપત,રાપર,ભચાઉ તાલુકાના વિદ્યાર્થીઓ ભૂજ આવે છે.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી છાત્રાઓ-છાત્રો માટે યુનિવર્સિટી પ્રાંગણમાં બે અલગ-અલગ સમરસ હોસ્ટેલ બનાવાઈ છે. 500 છાત્રોની સમાવેશ ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલનું સંચાલન હાલ માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે.કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારી વિભાગો માત્ર કામગીરી બાકી હોવાના બહાના કરે છે.

https://api.mantavyanews.in/kutch-hostels-built-at-a-cost-of-rs-30-crores/