અમદાવાદ/ કોરોનાએ વિખેરી નાખ્યો પરમાર પરિવારનો માળો, 5 સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. કોરોના કાળમાં અનેક બાળકો અનાથ થયા છે. ત્યારે અમદાવાદના વહેલાલ ગામના એક જ પરિવારના પાંચ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. કોરોના કાળમાં અનેક બાળકો અનાથ થયા છે. ત્યારે અમદાવાદના વહેલાલ ગામના એક જ પરિવારના પાંચ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. કોરોનાએ કેટલાય લોકોના પરીવાર ને તોડી નાખ્યો છે.

આ માસુમ બાળકીને હજુ પણ તેવું જ છે કે તેના માતા પિતા હોસ્પિટલમાં જ છે. માતા પિતાની રાહ જોઈ રહેલી આ બાળકીની આંખોમાં જોતા ભલભલા પથ્થર દિલ પીગળી જાય તેમ છે. અમદાવાદના વેહલાલ ગામમાં મહાકાળી નગર વિસ્તારમાં આવો જ એક કિસ્સો આવો જ કિસ્સો છે. વેહેલાલ ગામમાં રહેતા પરમાર પરિવાર માટે કોરોના કાળો કલંક સમાન છે.

આ પણ વાંચો :દાંતીવાડામાં બની આગની ભીષણ દુર્ઘટના, કેમિકલના ટેન્કર અને પોલીસ વાન વચ્ચે ટક્કર થતા 1નું મોત

આ પરિવારમાં ત્રણ ભાઈઓનો પરિવાર સાથે રહેતા હતો.આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવવે છે.ત્યારે આ પરિવારમાં કોરોના વાયરસ ના લીધે આભ ફાટયું જેમાં પરિવારના મોટા ભાઈ બિપીનભાઈ પરમાર અને ત્રીજા નંબરના રાજેશભાઈ નું કોરોના વાયરસનાં કારણે મોત નિપજયું હતું.જેને લઇ પરિવારમાં આભ ફાટ્યું ગયું હતું. ત્યાર બાદ થોડાક સમયમાં જ રાજેશભાઇના પત્ની મીનાક્ષીબેન પણ તેમના પતિના મૃત્યુના આગાતમાં તેમનું પણ મોત નિપજયું હતું જેને લઇ પરિવારમાં ત્રણ જના કોરોના માં મોત નિપજવા ના કારણે તેઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

આ પણ વાંચો :ઉપલેટામાં યુવતીએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ

પરિવારમાં બે ભાઈઓ ના મોત થવાના કારણે પરિવાર આર્થિક રીતે બેહાલ થઇ ગયો છે.પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે હવે આખા પરિવારનની તમામ જરૂરિયતો તેમનાપરિવારના વચોટ ભાઈ પર પર આવી ગઈ છે. પરિવારમાં મોટાભાઈ બિપીનભાઈ તેમને ત્રણ સંતાન છે. જેમાં બે અપંગ સંતાન  છે.સાથે સાથે બીજા ભાઈ રાજેશભાઇના બે સંતાન છે જેમાં એક દીકરી છે જે હજુ ૩-૪ વર્ષ ની જ છે.અને એક છોકરો જે પંદર વર્ષ નો છે આમ પરિવારમાં ચાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેને લઇ પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પરિવાર સરકારની હોસ્પિટલમાં મળેલી સહાયને લઈ ખુશ છે ત્યારે  પરિવાર સરકાર પાસે આર્થિક સહાય માગી રહી છે.જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે.

આ પણ વાંચો :નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી થઇ

કોરોના વાયરસ ના લીધે કેટલાય પરિવારએ તેમને પરિવાર જનો ખોયા છે. તેમને પરિવાર જનો દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છે.ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે દેશ અને દુનિયાને કોરોના વાયરસથી છુટકારો મળે.

આ પણ વાંચો :પાટડી જમાદારવાસની ગટરનાં પ્રશ્નનો 5 વર્ષે કાયમી ઉકેલ આવતા રાહત