Not Set/ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનાં દિકરા નીરજ શેખરની અતંરઆત્મા જાગી, ભાજપમાં જોડાયા

કર્ણાટકથી શરૂ થયેલા પાર્ટી બદલુ કાર્યક્રમને યથાવત રાખતા હવે સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સદસ્ય અને પૂર્વ PM ચંદ્રશેખરનાં દિકરા નીરજ શેખરે મંગળવારે ભાજપમાં જોડાવવાનું મન બનાવી લેતા પાર્ટીનાં કમળની પસંદગી કરી લીધી છે. આ પહેલા તેમણે સોમવારે રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામુ આપી દીધુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર ઘણા સમયથી નીરજ શેખર અને અખિલેશ યાદવની વચ્ચે તણાવનું […]

Top Stories India

કર્ણાટકથી શરૂ થયેલા પાર્ટી બદલુ કાર્યક્રમને યથાવત રાખતા હવે સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સદસ્ય અને પૂર્વ PM ચંદ્રશેખરનાં દિકરા નીરજ શેખરે મંગળવારે ભાજપમાં જોડાવવાનું મન બનાવી લેતા પાર્ટીનાં કમળની પસંદગી કરી લીધી છે. આ પહેલા તેમણે સોમવારે રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામુ આપી દીધુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર ઘણા સમયથી નીરજ શેખર અને અખિલેશ યાદવની વચ્ચે તણાવનું વાતાવરણ ગરમાઇ રહ્યુ હોવાનું સામે આવી રહ્યુ હતુ.

લોકસભા ચૂંટણી પહેલા તે પોતાના પરિવારની પરંપરાગત બેઠક બલિયાથી ટિકીટ માંગી રહ્યા હતા, પરંતુ સપાએ તેમને ટિકીટ ન આપી. નવી દિલ્હીમાં ભાજપનાં મહાસચિવ ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં નીરજ શેખરે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. ગત સમયે નીરજ શેખરે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી હતી. સુત્રોનું કહેવુ છે કે, ભાજપ 2020માં તેમને રાજ્યસભા મોકલી શકે છે.  જો કે નીરજ શેખરે પોતાના રાજીનામાનું કારણ વ્યક્તિગત બતાવ્યુ છે. રાજ્યસભાથી તેમનુ રાજીનામુ પણ સ્વીકાર કરી લેવામાં આવ્યુ છે. નીરજ શેખરે પોતાના પિતા ચંદ્રશેખરની બેઠકને સંભાળી રાખી છે. પૂર્વ PM ચંદ્રશેખરનાં નિધન બાદ ઉપચૂંટણી થઇ, જેમા નીરજ સાંસદ બન્યા. વર્ષ 2014માં તે સપાથી એકવાર ફરી મેદાનમાં ઉતર્યા, પરંતુ તે ચૂંટણી હારી ગયા. જેને ધ્યાને લઇને 2019ની લોકસભાની ચૂંટણીમાં સપાએ તેમને બલિયાથી ટિકીટ ન આપી.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં નેતાઓનાં પાર્ટી બદલુ વિચારનાં કારણે સામાન્ય માણસનાં અસામાન્ય પ્રશ્નોનું નિવારણ ક્યારે થશે તે ખુદ નેતાજી પણ હાલમાં નહી કહી શકે. તાજેતરમાં પરિસ્થિતિ એવી બની છે કે, કોઇ પાર્ટી પોતાના નેતાઓને સુરક્ષિત માની રહી નથી. ક્યારે કોની અંતરઆત્મા શું કહી બેસે તે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ જોઇ જ રહ્યો છે. જોવાનું રહેશે કે આ નેતાઓ બાદ હવે કયા નેતાની અંતરઆત્મા જાગે છે અને ભાજપમાં જોડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.