Women's Premier League 2026/ મહિલા પ્રીમિયર લીગ ની હરાજી મા દીપ્તિ શર્મા 3.2 કરોડમાં વેચાઈ, સોફી ડિવાઇન, મેગ લેનિંગ અને એમેલિયા કેર થશે માલામાલ

મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ મા ગુજરાત જાયન્ટ્સે સોફી ડિવાઇનને 2 કરોડ રૂપિયામાં ખરીદી છે. દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી છે.

Top Stories Sports
મહિલા પ્રીમિયર લીગ 2026

WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026 (Women’s Premier League 2026) માટે મેગા હરાજી આજે નવી દિલ્હીની જેડબ્લ્યુ મેરિયટ (JW Marriott) હોટલમાં છે. તમામ 5 ફ્રેન્ચાઇઝી ટીમો તેમજ ચાહકો આ મેગા હરાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.એલિસા હીલી હજુ વેચાઈ નથી, જેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. ગુજરાત જાયન્ટ્સે સોફી ડિવાઇનને 2 કરોડ રૂપિયામાં ખરીદી છે. દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી છે. મુંબઈ ઈન્ડિયન્સે એમેલિયા કેરને 3 કરોડ રૂપિયામાં બીજી વખત કરી ખરીદી છે. સોફી, દીપ્તિ અને એમેલિયાની બેઝ પ્રાઈઝ 50-50 લાખ રૂપિયા હતી.

ભારતની ફાસ્ટ બોલર રેણુકા સિંહ 60 લાખ રૂપિયામાં ગુજરાત જાયન્ટ્સ સાથે જોડાઈ છે. ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર સોફી એક્લેસ્ટોન 85 લાખ રૂપિયા અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન મેગ લેનિંગ 1.9 કરોડ રૂપિયામાં યુપી વોરિયર્સ તરફથી રમશે.

વેચાઈ ગયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી

1. સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ)-2 કરોડ, ગુજરાત જાયન્ટ્સ

2. કરોડ દીપ્તિ શર્મા-3.2 કરોડ, યુપી વોરિયર્સ

3. એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ)-3 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (RTM)

4. રેણુકા સિંહ-60 લાખ, ગુજરાત જાયન્ટ્સ

5. સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ)-85 લાખ, યુપી વોરિયર્સ

6. મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)-1.9 કરોડ, યુપી વોરિયર્સ

7. લૌરા વોલ્વાર્ડ્ટ (દક્ષિણ આફ્રિકા) 1.1 કરોડ, દિલ્હી કેપિટલ્સ

8. ભારતી ફુલમાલી 70 લાખ, ગુજરાત જાયન્ટ્સ

9. બી લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા) 1.2 કરોડ, યુપી વોરિયર્સ

10. જ્યોર્જિયા વોલ (ઓસ્ટ્રેલિયા)-60 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

11. કિરણ નવગીરેને 60 લાખ રૂપિયા, યુપી વોરિયર્સ

12. ચિનલે હેનરી (વેસ્ટ ઇન્ડિઝ)-1.30 કરોડ, દિલ્હી કેપિટલ્સ

ગત સિઝન (2025) 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન રમાઈ હતી, પરંતુ આ વખતે (Women’s Premier League) WPL 2026ની સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થઈને 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. ક્રિકેટ ચાહકો માટે આ એક મોટી અને રોમાંચક જાહેરાત છે.

મહિલા પ્રીમિયર લીગ (Women’s Premier League )માં કુલ 277 ખેલાડીઓની બોલી લગાવવામાં આવે છે. શોર્ટલિસ્ટ કરાયેલા 277 ખેલાડીઓમાંથી 194 ભારતીય અને 83 વિદેશી (4 સહયોગી દેશોના ખેલાડીઓ સહિત) છે. ખાસ કરીને હરાજીમાં 155 અનકેપ્ડ ખેલાડીઓ છે.

જો કે, આ હરાજીમાં મહત્તમ 73 ખેલાડીઓને ખરીદી શકાય છે, જેમાં વિદેશી ખેલાડીઓની મહત્તમ સંખ્યા 23 હોઈ શકે છે. તમામ 5 ટીમોના પર્સમાં કુલ 41.1 કરોડ રૂપિયા બાકી છે. એક ટીમમાં સાત વિદેશી ખેલાડીઓ સહિત મહત્તમ 18 ખેલાડીઓ હોઈ શકે છે. દીપ્તિ શર્મા, એલિસા હીલી, મેગ લેનિંગ વગેરે જેવા સ્ટાર ખેલાડીઓ. હરાજીમાં મોટી બોલી લાગી શકે છે. મલ્લિકા સાગર હરાજી કરનાર છે, એટલે કે તે ખેલાડીઓ માટે બોલી લગાવી રહી છે.

મહિલા પ્રીમિયર લીગ મા આ ખેલાડી રિટેન થયા હતા 

હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સે શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, એનાબેલ સદરલેન્ડ, મારિઝેન કેપ અને નિકી પ્રસાદને જાળવી રાખવાની જાહેરાત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે નેટ સાઇવર બ્રેન્ટ, હરમનપ્રીત કૌર, હેલે મેથ્યુઝ, અમનજોત કૌર અને જી. કમલિનીને જાળવી રાખ્યા છે. સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, એલિસ પેરી અને શ્રેયાંકા પાટિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે. ગુજરાત જાયન્ટ્સે એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. યુપી વોરિયર્સે માત્ર એક ખેલાડીને જાળવી રાખ્યો (શ્વેતા સહરાવત)

તમામ ટીમો સાથે સ્લોટ ઉપલબ્ધ દિલ્હી કેપિટલ્સ-13 (5 વિદેશી)

મુંબઈ ઈન્ડિયન્સ-13 (5 વિદેશી)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-14 (6 વિદેશી)

યુપી વોરિયર્સ-17 (7 વિદેશી)

ગુજરાત જાયન્ટ્સ-16 (5 વિદેશી)

હરાજી પહેલા બધી ટીમોના બાકી રહેલા પર્સ

દિલ્હી કેપિટલ્સ-5.70 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ-5.75 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-6.15 કરોડ

યુપી વોરિયર્સ-14.50 કરોડ

ગુજરાત જાયન્ટ્સ-9 કરોડ