Ahmedabad News: અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર રસ્તાની વચ્ચોવચ મસમોટો ભૂવો (Odhav Ring Road Sinkhole) પડતાં વાહનચાલકોની મુશ્કેલી વધી છે. ખાસ વાત એ છે કે વગર વરસાદે ભરશિયાળે આ ભૂવો પડ્યો છે. ઘટનાને લગભગ 24 કલાક વીતી ગયા હોવા છતાં AMC દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી અને માત્ર આસપાસ બેરીકેટિંગ કરીને રસ્તો સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Odhav Ring Road Sinkhole: 24 કલાક બાદ પણ માત્ર બેરીકેટિંગ
ઓઢવ રિંગ રોડ પર અચાનક ભૂવો પડતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ભૂવાની આસપાસ પતરાં અને બેરીકેટિંગ ગોઠવી દેવામાં આવ્યાં છે, પરંતુ તેને પૂરવાની કે સમારકામ કરવાની કામગીરી હજુ શરૂ થઈ નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂવામાં સતત માટી ધસી રહી છે, જેના કારણે તે વધુ મોટો થવાની આશંકા છે. આવી સ્થિતિમાં આસપાસથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.
સ્થાનિકોમાં AMC સામે આક્રોશ
સ્થાનિક રહીશો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે AMCમાં વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભૂવો પડ્યાને એક દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સમારકામના બદલે માત્ર બેરીકેટિંગ કરવામાં આવતાં લોકોમાં નારાજગી છે.
સ્થાનિકોએ વહેલી તકે ભૂવાનું સમારકામ કરવાની માગ કરી છે. જો સમયસર કામગીરી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો
આ પણ વાંચો: ‘વગર ચોમાસે’ વિકાસ ખાડામાં ખાબક્યો! વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડતા AMCની કામગીરીની ખુલી પોલ
આ પણ વાંચો: સુરતના વેસુ કેનાલ રોડ પર મસમોટો ભૂવો પડ્યો: તંત્ર દોડતું થયું, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
