Jammu Kashmir News/ અમરનાથ યાત્રા દરમિયાન મહિલાને આવ્યો Cardiac Arrest, CRPFના જવાનોએ સમયસર CPR આપી બચાવ્યો જીવ

અમરનાથ યાત્રા દરમિયાન બાલટાલ રૂટ પર 46 વર્ષીય મહિલા યાત્રીને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. CRPFના જવાનોએ સમયસર CPR અને ઓક્સિજન સપોર્ટ આપીને મહિલાનો જીવ બચાવ્યો.

India Breaking News
Amarnath Yatra

India News: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન એક 46 વર્ષીય મહિલા યાત્રીને અચાનક કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. જોકે, સ્થળ પર હાજર CRPFના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને CPR અને ઓક્સિજન સપોર્ટ આપ્યો, જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

અમરનાથ યાત્રા (Amarnath Yatra) દરમિયાન મહિલાનો જીવ CRPFએ બચાવ્યો

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ રૂટ પર સરબલ કેમ્પ નજીક 46 વર્ષીય મહિલા યાત્રીને અચાનક કાર્ડિયક અરેસ્ટ (Cardiac Arrest) આવ્યો હતો. મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. મહિલાની તબિયત બગડતાં સ્થળ પર તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ તરત જ તેને પોતાના મેડિકલ સેન્ટરમાં ખસેડી હતી. ત્યાં તેને ઓક્સિજન સપોર્ટ અને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) આપવામાં આવ્યું, જેના કારણે તેની સ્થિતિ સ્થિર થઈ હતી.

સેનાના હોસ્પિટલ કેમ્પમાં ચાલી રહી છે સારવાર

પ્રાથમિક સારવાર બાદ મહિલાને CRPFની બખ્તરબંધ ગાડીમાં નીલગ્રથ સ્થિત સેનાના હોસ્પિટલ કેમ્પમાં ખસેડવામાં આવી હતી. હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે.

યાત્રા દરમિયાન સુરક્ષા સાથે બચાવ ટીમો પણ તૈનાત

CRPF અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા ઉપરાંત ઇમરજન્સી પરિસ્થિતિમાં મદદ માટે માઉન્ટેન રેસ્ક્યુ ટીમ (MRT) અને મહિલા ‘મે આઈ હેલ્પ યુ’ મોબાઇલ સ્ક્વાડ પણ તૈનાત રાખે છે. 57 દિવસીય અમરનાથ યાત્રાની શરૂઆત 3 જુલાઈએ થઈ હતી અને તે 28 ઑગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે અત્યાર સુધીમાં 1.45 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 3,880 મીટરની ઊંચાઈએ આવેલા પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં દર્શન કર્યા છે.


આ પણ વાંચો: ઉધમપુરમાં CRPF જવાનોનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું, 3 લોકોના મોત, 10 ઘાયલ!

આ પણ વાંચો: કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું, અનેક સૈનિકો ઘાયલ

આ પણ વાંચો: યુવાઓમાં હાર્ટ એટેકનો ખતરો કેમ વધવા લાગ્યો છે? આવો જાણીએ