Not Set/ સચિન વાજે વિવાદ બાદ મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંહની બદલી

સચિન વાજે વિવાદ બાદ મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંહની બદલી

India Trending
  • સચિન વાજે વિવાદ બાદ પોલીસ કમિશનરની બદલી
  • હેમંત નાગરાલે બન્યા મુંબઈ પોલીસ કમિશ્નર
  • રજનીશ શેઠ મહારાષ્ટ્રના નવા DGP
  • પરમવીરસિંહને હોમગાર્ડની જવાબદારી સોંપાય

મુંબઈ શહેરના પોલીસ કમિશનર પરમવીરસિંહ ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી સ્કોર્પિયો ગાડીના વિવાદ બાદ તેમની બદલી કરવામાં આવી છે. પરમવીરસિંહ છેલ્લા 1 વર્ષથી આ પદ ઉપર કાર્યરત હતા. અને તેમને ત્યાંથી દુર કરવામાં આવ્યા છે. અને  હેમંત નાગરેલે પરમવીરસિંહ પાસેથી પદભાર સંભાળશે. રજનીશ શેઠ મહારાષ્ટ્રના નવા DGP તરીકે પદભાર સંભાળશે.

1988 બેચના આઈપીએસ પરમવીર સિંહને 29 ફેબ્રુઆરી 2020 ના રોજ આઈપીએસ અધિકારી સંજય બર્વેની જગ્યાએ આ મુંબઈ પોલીસ કમિશનર પદની જવાબદારી સોંપવામાં આવી હતી.પરમવીરસિંહણે  હવે ડીજી હોમગાર્ડ તરીકે મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પોશ વિસ્તારમાં મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી સ્કોર્પિયો ગાડીમાં મળી આવેલા વિસ્ફોટકથી ભરેલા વાહન કેસમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝની કથિત સંડોવણીને કારણે સિંહને પદ પરથી હટાવવામાં આવ્યા છે. વાઝેને 25 માર્ચ સુધીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પરમવીરસિંહ અગાઉ એન્ટી કરપ્શન બ્યુરોમાં ડીજી તરીકે મુકાયા હતા. આ ઉપરાંત તેમણે થાણે કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી.