બિહાર ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારની રચના માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની (એનડીએ) આજે પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. બેઠકમાં નીતિશ કુમારને આજે એનડીએ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે. આ પહેલા એનડીએમાં સામેલ તમામ પક્ષોની એક અલગ બેઠક યોજાશે જેમાં તેઓ તેમના પક્ષનાં નેતાઓની પસંદગી કરશે. આ સાથે જ એ સમાચાર પણ છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે પટના પહોંચી રહ્યા છે. તેઓ અહીં ભાજપ વિધાનસભા પક્ષનાં નેતાની પસંદગી કરશે.
પાકિસ્તાનમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ધામધૂમથી મનાવાઇ દિવાળી
ભાજપનાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પટનામાં આજે 10.30 વાગ્યે યોજાવાની છે. આ બેઠકમાં ભાજપનાં ધારાસભ્ય પક્ષનાં નેતાની પસંદગી કરવામાં આવશે. તો વળી આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવશે કે ભાજપ પોતાના ક્વોટામાંથી કોને ડેપ્યુટી સીએમ બનાવવા માંગે છે. અહીં ભાજપ દ્વારા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદીને સરકારની રચના અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યા છે.
જો બિડેન અને કમલા હેરિસે દિવાળી પર લોકોને પાઠવી શુભકામનાઓ
બપોરે સાડા બાર વાગ્યાથી એનડીએની મહત્વપૂર્ણ બેઠક બાદ ભાજપની બેઠક મળશે. બેઠકમાં મહાગઠબંધનનાં નેતા તરીકે નીતીશ કુમારનાં નામની ઔપચારિક મંજૂરી આપવામાં આવશે. તેમાં ભાજપ, જેડીયુ, વીઆઇપી અને એચએએમનાં ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં એનડીએનાં તમામ 125 ધારાસભ્યોને બોલાવાયા છે. તમને જણાવી દઇએ કે 13 નવેમ્બરનાં રોજ સરકારની રચના અંગે પ્રશ્નો પૂછ્યા પછી, નીતીશ કુમારે કહ્યું હતું કે સરકાર રચવાના તમામ નિર્ણયો નવેમ્બર 15 ની મીટિંગમાં લેવામાં આવશે.
