New Delhi/ બંધ રેસ્ટોરન્ટમાં પૂજાનાં દીવાથી લાગી ભયાનક આગ, 1 નું મોત

દેશભરમાં લોકોએ ખૂબ ધામધૂમથી દિવાળીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. પરંતુ દિલ્હીમાં આ દિવાળીએ કેશવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ભારત પેટ્રોલ પમ્પ પાસે આવેલી મુઘલ રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત સુધી શહેરીજનોએ ફોડ્યા ફટાકડા, પ્રદૂષણનાં કારણે ઠંડીમાં થયો ઘટાડો આ આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ આવી ગઇ હતી. બાતમી મળતા જ ફાયર એન્જિનની […]

Top Stories India

દેશભરમાં લોકોએ ખૂબ ધામધૂમથી દિવાળીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. પરંતુ દિલ્હીમાં આ દિવાળીએ કેશવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ભારત પેટ્રોલ પમ્પ પાસે આવેલી મુઘલ રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

મોડી રાત સુધી શહેરીજનોએ ફોડ્યા ફટાકડા, પ્રદૂષણનાં કારણે ઠંડીમાં થયો ઘટાડો

આ આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ આવી ગઇ હતી. બાતમી મળતા જ ફાયર એન્જિનની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ત્યાં સુધીમાં બધું બળીને ખાખ થઈ ગયું હતુ. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી પરંતુ લાખોની સંપત્તિને નુકસાન થયુ છે. બંધ રેસ્ટોરન્ટમાં પૂજાનાં દીવડાથી આગ લાગી હતી. રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી કાર પણ આની ઝપટમાં આવી ગઇ હતી. આ કેસની તપાસ કેશવપુરમ પોલીસ સ્ટેશન કરી રહી છે. મુંડકા વિસ્તારમાં લાકડાનાં વેરહાઉસમાં પણ મોડી રાત્રે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ તાત્કાલિક 12 ફાયર બ્રિગેડને રવાના કરાઇ હતી. સમય જતા વેરહાઉસમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી પરંતુ આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તેનો સળગેલો મૃતદેહ વેરહાઉસની અંદરથી મળી આવ્યો હતો.

દિવાળીમાં એવા ફૂટ્યા ફટાકડા કે દિલ્હીનું AQI 999 ને પાર પહોંચ્યું

મોડી રાત સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દિવાળી પર આગનાં કુલ 205 બનાવ નોંધાયા છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઓછા છે. આ પહેલા 2019 માં દિવાળી પર અગ્નિની 245 ઘટનાઓ બની હતી, જ્યારે 2018 માં દિલ્હીમાં દિવાળી પર 271 આગની ઘટનાઓ બની હતી. જો કે, 2017 માં આ આંકડો 204 હતો. 2015 માં દિલ્હીમાં દિવાળી પર આગની સૌથી વધુ ઘટનાઓ બની હતી. ત્યારબાદ 290 કેસ નોંધાયા હતા.