ઝારખંડનાં સરકીલામાં પોલીસ વાહન પર નક્સલી હુમલો કરવામાં આવ્યો. હુમલામાં પેટ્રોલીંગ કરી રહેલા 6 પોલીસ જવાન માથી 5 જવાનો શહીદ થયા છે. તો 1 જવાન ત્યાથી ભાગવામા સફળ થતા બચી ગયા છે. નક્સલીઓ દ્રારા પેટ્રોલીંગ કરી રહેલી પોલીસના ગાડી પર અચાનક જ આઘાંઘૂંધ ફાયરીંગ કરવામા આવ્યું હતું. પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની ગાડીમાં કુલ 6 જવાનો હતા. પોલીસની ગાડી પર બાઈકમાં આવી નક્સલીઓ દ્રારા ફાયરિંગ શરુ કરવામા આવ્યું હતું. ગાડીમાં સવાર 5 પોલીસ જવાન હુમલામાંથી શહીદ થયા છે તે એક પોલીસમેન ભાગી જવામાં સફળ રહ્યા હતા. જીવ બચાવવામાં સફળ રહેલ પોલીસમેને નજીકનાં થિરુદિહ પોલીસ સ્ટેશન પહોંચી મદદ માંગી હતી.


આપને જણાવી દઇએ કે આ એજ ઝારખંડનો સારીકિલા વિસ્તાર છે જ્યા થોડા દિવસ પહેલા 209 કોબ્રા બટાલિયન અને કુચાઇ વિસ્તારમાં ઝારખંડ પોલીસ ટુકડી પર IED બ્લાસ્ટ કરવામા આવ્યો હતો. અને અનેક જવાનો શહીદ થયા હતા. તો આજે ફરી નક્સી હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારેલ અગ્ની જોવી સ્થિતિ જોવા મળી રહી છે.
